ભારતે ગયા મહીને કરી અધધ... આટલા કરોડ રૂપિયાની સોનાની ખરીદી

  • June 08, 2024 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સોનાના ભંડારમાં ઝડપથી વધારો થયો છે. તેનું મુખ્ય કારણ હાલના સમયમાં સોનાની વધેલી ખરીદી છે. સોનાની ખરીદીનો આ ટ્રેક રેકોર્ડ હજુ પણ અકબંધ છે અને મે મહિના દરમિયાન પણ ભારત દ્વારા જંગી માત્રામાં સોનાની ખરીદી કરવામાં આવી છે.


માત્ર એક મહિનામાં આટલું સોનું ખરીદ્યું


વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર  મે મહિના દરમિયાન ભારત વિશ્વમાં સોનાના ત્રીજા સૌથી મોટા ખરીદદાર તરીકે ઉભરી આવ્યું હતું. ગયા મહિને ભારતે 722 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું. આ ખરીદી 45.9 ટન જેટલી થાય છે. આ દર્શાવે છે કે ભારત હજુ પણ તેના સોનાના ભંડારને વધારવા માટે આક્રમક વલણ અપનાવી રહ્યું છે.


ભારત કરતાં વધુ સોનું ખરીદનાર દેશ


ગયા મહિને સોનાની ખરીદીમાં માત્ર બે જ દેશ ભારતથી આગળ હતા. 312.4 ટન સોનું ખરીદીને સ્વિટ્ઝર્લેન્ડ પ્રથમ ક્રમે છે. મૂલ્યમાં આ ખરીદી રૂ. 2,461 કરોડ થાય છે. જ્યારે પાડોશી દેશ ચીન 2,109 કરોડ રૂપિયામાં 86.8 ટન સોનું ખરીદીને બીજા ક્રમે છે.

5 વર્ષમાં સોનાના ભંડારમાં આટલો વધારો થયો


છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સોનાના ભંડારમાં નોંધપાત્ર વધારો થયો છે. માર્ચ 2019માં ભારત પાસે 618.2 ટન સોનાનો ભંડાર હતો. માર્ચ 2014 સુધીમાં આ સ્ટોક વધીને 822.1 ટન થયો હતો. એટલે કે  છેલ્લા 5 વર્ષમાં ભારતના સોનાના ભંડારમાં 33 ટકાનો વધારો થયો છે.


રિઝર્વ બેંકના ગવર્નરે કારણ આપ્યું


રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં કહ્યું હતું કે દેશના વિદેશી મુદ્રા ભંડારને સ્થિરતા પ્રદાન કરવા અને પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવા માટે વધુ સોનું ખરીદવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ડૉલરની અસ્થિરતાને કારણે રિઝર્વ બેંકે સોનાના ભંડારમાં વધારો કરવાની જરૂર અનુભવી હતી.


આ કારણે રોકાણકારો સોનું પસંદ કરે છે


પ્રાચીન સમયથી રોકાણકારો સોનાની પસંદગી કરતા આવ્યા છે. આજના સમયમાં સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે જ્યારે પણ વિશ્વમાં ભૂ-રાજકીય તણાવની સ્થિતિ આવે છે ત્યારે સોનાની માંગ વધે છે અને તેની કિંમત વધવા લાગે છે. રિઝર્વ બેંક સહિત અન્ય ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો સોનાની સૌથી મોટી ખરીદદાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application