આ મહિનામાં આવકવેરા વિભાગ ઢગલાબંધ નોટિસ કાઢશે. વર્ષ 2013 થી લઈને 2017 સુધીના સમયગાળામાં કેસ રી ઓપ્ન કરવા માટેની આવકવેરા વિભાગ માટે છેલ્લી તક છે. બજેટમાં આવેલી નવી જોગવાઈ કે છેલ્લા પાંચ વર્ષ સુધીના જ કેસ ખોલી શકશે જેના કારણે હવે આવકવેરા વિભાગ માટે આ સમયગાળાની નોટિસો કાઢવા માટેનો છેલ્લો ચાન્સ છે આથી સૂત્રોએ આશંકા વ્યક્ત કરી છે કે વર્ષ 2013 થી 2018 સુધીના રિટર્નની ચકાસણી કર્યા બાદ તેમાંથી આવક અને રિટર્ન ભયર્નિા ડેટામાં જો શંકા લાગશે તો આવા પહેલા વિભાગ આ કેસ રી ઓપ્ન કરશે અને કલમ 148 એ હેઠળ નોટિસ ફટકારસે.
આવકવેરા વિભાગના સૂત્રોએ એવી શક્યતા વ્યક્ત કરી છે કે ગુજરાત સહિત દેશભરમાં હજારો નોટિસ ઓગસ્ટ મહિનામાં નીકળશે આથી કરદાતાઓએ જવાબ દેવા તૈયાર રહેવું પડશે. આવકવેરા વિભાગને 1 સપ્ટેમ્બરની સમય મયર્દિા ગણીને નાણાકીય વર્ષ 2013 થી લઇ 2018 માટે ટેક્સ અને આવક વચ્ચે મેળ ના ખાતો હોય તેવો ડેટા સંકલિત કરીને એક મહિનાની અંદર આ નોટિસો આપવી પડશે. એકંદરે એક મહિના સુધી નોટીસના રાફડો ફાટી નીકળશે.
બજેટમાં આવેલી જોગવાઈ મુજબ આ છેલ્લું વર્ષ હોવાથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ હાથમાં આવેલી આ તક ચૂકશે નહી. અત્યાર સુધી 10 વર્ષના જુના કેસ રી ઓપ્ન થઈ શકતા હતા અને તેનું રીએસેસમેન્ટ થતું હતું. પરંતુ હવે નવા નિયમ અનુસાર પાંચ વર્ષની સમય મયર્દિા નિર્ધિરિત કરવામાં આવી છે.એક મહિનામાં નોટિસો પાઠવવાની હોવાથી આવકવેરા વિભાગના અધિકારીઓ પાસે પણ કામનું ભારણ વધી જશે. રી એસેસમેન્ટ માટે નોટિસ કલમ 148 અને 148 એ હેઠળ કરદાતાઓને આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભેટકડી ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં શ્રોતાઓ ઉમટયા
April 05, 2025 03:32 PMકાલથી માધવપુરના પાંચ દિવસીય પંચરંગી મેળાનો થશે ભવ્ય આરંભ
April 05, 2025 03:30 PMજવાહર નવોદય વિદ્યાલયમાં પ્રથમ ક્રમ મેળવનાર વિધાર્થીને બિરદાવાયો
April 05, 2025 03:28 PMવાહન અકસ્માતમાં ખાનગી કંપનીના ઉચ્ચ અધિકારીના મૃત્યુનું રૂ. 15 કરોડ વળતર
April 05, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech