વિશ્વભરની ૭,૧૬૮ ભાષાઓમાંથી ૪૩ ટકા ભાષા લુપ્ત થવાના આરે

  • February 05, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક અંદાજ મુજબ વિશ્વભરમાં ૭,૧૬૮ ભાષાઓ બોલાય છે. પરંતુ તેમાંથી ૪૩ ટકા લુ થવાની અણી પર છે કારણ કે તેમને બોલતા લોકોની સંખ્યા હવે એક હજારથી ઓછી છે. વિયુઅલ કેપિટાલિસ્ટના ડેટા અનુસાર, સ્થિતિ એવી છે કે દર ૪૦ દિવસે એક ભાષા મરી રહી છે. ચિંતાજનક હકીકત એ છે કે મોટાભાગની લુ થતી ભાષાઓ સ્વદેશી સમુદાયો સાથે સંકળાયેલી છે, જેના કારણે તેમની સાથે સંકળાયેલી સંસ્કૃતિ અને જ્ઞાનના વિનાશનું ગંભીર જોખમ ઉભું થયું છે.


એથનોલોગ ડેટા અનુસાર, આશરે ૮.૯ મિલિયનની વસ્તી સાથે, પાપુઆ ન્યુ ગિની વિશ્વમાં સૌથી વધુ ભાષાઓનું ઘર છે. અહીં કુલ ૮૪૦ ભાષાઓ બોલાય છે. ભાષાઓની સંખ્યાના સંદર્ભમાં ઇન્ડોનેશિયા બીજા ક્રમે છે. ટોચના ૫ દેશોમાં નાઈજીરિયા, ભારત અને અમેરિકાનો સમાવેશ થાય છે. વિશ્વની ૨૩ સૌથી પ્રખ્યાત ભાષાઓ હવે વૈશ્વિક વસ્તીના ૫૦ ટકાથી વધુ લોકો બોલે છે.


લુપ્ત થતી ભાષાઓનો અર્થ એ છે કે બાળકો ન તો શીખે છે અને ન તો તેનો ઉપયોગ કરે છે. જેના કારણે ભાષાઓ જોખમમાં મૂકાઈ શકે છે.
મુખ્યત્વે ન્યુઝીલેન્ડના ઉત્તર ટાપુમાં બોલાતી માઓરી ભાષા માત્ર પાંચ ટકા શાળાના બાળકો બોલતા હતા. સંરક્ષણના પ્રયાસોને કારણે આ ટકાવારી હવે વધીને ૨૫ થઈ ગઈ છે. ૧૯૭૦ના દાયકામાં હવાઇયન ભાષા ઓલેલો હવાઇ બોલાતી હતી. સ્થાનિક સરકાર દ્રારા તેને શાળાઓમાં ભણાવવામાં આવ્યા પછી, ૨૦૨૩માં વકતાઓની સંખ્યા વધીને ૧૮,૭૦૦ થઈ ગઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News