૧૫ હજાર કરોડ ડોલરના સ્પેસ સ્ટેશનમાં ચાર યાત્રીનું લેન્ડિંગ

  • August 28, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈસરોના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન ૩ની સફળતા બાદ આખી દુનિયાની અવકાશ પ્રત્યેની ચિ વધી છે. હાલમાં જ નાસા અને સ્પેસએકસના એક મિશનમાં ચાર અવકાશયાત્રીઓ ૧૫ હજાર કરોડ ડોલરના ખર્ચે બનેલા સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા છે. જો કે આ તેમનો અંગત પ્રવાસ છે.

દેશ અને દુનિયામાં ચંદ્રયાન ૩ને ચદ્રં પર સુરક્ષિત લેન્ડિંગ બનાવવાની ચર્ચા ચાલી રહી છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. ભારતે પણ સૂર્ય અને શુક્ર પર મિશન મોકલવાની જાહેરાત કરી હતી. અવકાશની શોધખોળની દોડ વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સ્પેસએકસના ચાર મુસાફરો અવકાશનાં સ્પેસ સ્ટેશનમાં સફળતાપૂર્વક પહોંચી ગયા છે. આ મુસાફરો ચાર અલગ–અલગ દેશોના છે. આ મુસાફરો ૨૬ ઓગસ્ટના દિવસે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થયા હતા. આ મુસાફરોએ અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી. અમેરિકન સ્પેસ એજન્સી નાસા ના અવકાશયાત્રી તેમજ ત્રણ અલગ–અલગ દેશોના મુસાફરો આમાં સામેલ હતા.

અમેરિકા ઉપરાંત આ મુસાફરો ડેનમાર્ક, જાપાન અને રશિયાના છે. આ પહેલીવાર છે યારે ચાર અલગ–અલગ દેશોના મુસાફરો એક જ વાહનમાં એકસાથે અવકાશ માટે જઈ રહ્યા છે. અગાઉ નાસા અને સ્પેસ એકસના વાહનોમાં બેથી ત્રણ મુસાફરો હતા. તેઓ તેમના લય સ્થાન ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશન પહોંચ્યા છે. યાં પહેલાથી હાજર અવકાશયાત્રીઓએ તેમનું સ્વાગત કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે સ્પેસ એકસ અને નાસા પહેલા પણ સ્પેસક્રાટ મોકલી ચૂકયા છે જેમાં ત્રણ મુસાફરો ગયા હતા. આ એક અંગત પ્રવાસ છે, જેના માટે લોકો અવકાશમાં જઈ રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application