દીવના બ્લુ ફ્લેગ ઘોઘલા બીચ પર ઉતરાયણની ઉજવણી, માછલી, મગર, કાર્ટુન સ્પાઇડર મેનના પતંગો બન્યા આકર્ષણનું કેન્દ્ર

  • January 15, 2023 02:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના બ્લુ ફ્લેગ ઘોઘલા બીચ ઉપર ઉતરાયણની ઉજવણી ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. દીવ પર્યટન વિભાગ દ્વારા ઉતરાયણ પર્વની ઉજવણીને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે દીવ ના ઘોઘલા બીચ પર અધિકારીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે બીચ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઇ હતી.  મકર સંક્રાંતિ નિમિત્તે  વિશેષ પતંગબાજને આમંત્રિત કરવામાં આવ્યા હતા. માછલી, મગર, કાર્ટુન સ્પાઇડર મેન વગેરે આકૃતિ વાળા વિશાળ પંતગો આકાશમાં ઉડાડતા  દીવના સ્થાનિક તથા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દીવ પ્રશાસન દ્વારા પતંગ તથા ફિરકીનું વિતરણ અને તલ ગોળના લાડુ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ..દીવના બ્લુ ફ્લેગ બીચ પર આકાશ  પતંગ થી સુંદર રંગોળીનું નિર્માણ થયું હોય એટલુ દીપી ઉઠ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application