દેશના એકમાત્ર સિંધી સાંસદ લાલવાણીએ સૌથી વધુ મતથી જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો

  • June 05, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના એકમાત્ર સિંધી સાંસદ શંકર લાલવાણીએ મધ્યપ્રદેશની ઈન્દોર લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સંસદે દેશમાં સૌથી વધુ મતથી જીતવાનો 'મહા રેકોર્ડ' બનાવ્યો છે. શંકર લાલવાણી ઈન્દોર લોકસભા સીટ પરથી સતત બીજી વખત જીત્ય છે અને આ વખતે ૧૧ લાખથી વધુ મતથી જીત્યા છે. મધ્યપ્રદેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાતી ઈન્દોર લોકસભા બેઠક ભાજપ માટે સૌથી સુરક્ષિત બેઠકોમાંથી એક છે. લાલવાણીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ આ સીટ જીતી છે. ઈન્દોર લોકસભા સીટ પરથી શંકર લાલવાણી ૧૧,૭૫,૦૯૨ મતોના માજીર્નથી જીત્યા છે.

આ વખતે ઈન્દોરની જનતાએ લોકસભા ચૂંટણીમાં શંકર લાલવાણીને ૧૨ લાખ ૨૬ હજારથી વધુ વોટ આપ્યા છે. લાલવાણીએ તેમના નજીકના હરીફ બહત્પજન સમાજ પાર્ટીના સંજય સોલંકીને ૧૧ લાખ ૭૫ હજારથી વધુ મતોથી હરાવ્યા છે. સંજય સોલંકીને માત્ર ૫૧,૬૫૯ મત મળ્યા છે. શંકર લાલવાણીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ ૧૦ લાખથી વધુ વોટ મળ્યા હતા. ૨૦૧૯માં ઈન્દોરની જનતાએ લાલવાણીને ૧૦ લાખ ૬૮ હજારથી વધુ વોટ આપ્યા હતા. ગત લોકસભા ચૂંટણીમાં તેમણે તેમના નજીકના હરીફ કોંગ્રેસ પાર્ટીના પંકજ સંઘવીને ૫ લાખ ૪૭ હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને ૫ લાખ ૨૦ હજારથી વધુ મત મળ્યા હતા

કોણ છે શંકર લાલવાણી?
ભારતીય જનતા પાર્ટીના સાંસદ શંકર લાલવાણીનો જન્મ ૧૬ ઓકટોબર ૧૯૬૧ના રોજ ઈન્દોરમાં થયો હતો. સાંસદ બનતા પહેલા તેઓ ઈન્દોર ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન પણ રહી ચૂકયા છે. તેણે વીરમાતા જીજાબાઈ ટેકનોલોજિકલ ઈન્સ્િટટૂટમાંથી . ડિગ્રી મેળવી છે. તેઓ ૨૩ મે ૨૦૧૯ના રોજ ઈન્દોર લોકસભા સીટ પરથી પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા. ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટીએ તેમને તત્કાલીન લોકસભા સ્પીકર અને ઈન્દોર સાંસદ સુમિત્રા મહાજનની જગ્યાએ ટિકિટ આપી હતી.


ઈન્દોર ૩૫ વર્ષથી ભાજપનો અભેધ ગઢ રહ્યો છે

ઈન્દોર લોકસભા સીટને ભાજપનો ગઢ કહેવામાં આવે છે. પૂર્વ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને વર્ષ ૧૯૮૯માં કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રકાશ ચદં સેઠીને હરાવીને પહેલીવાર ભાજપ માટે બેઠક જીતી હતી. તે પછી તે સતત આઠ ટર્મ સુધી અહીંથી સાંસદ રહી. વર્ષ ૨૦૧૯માં ભાજપે અહીંથી શંકર લાલવાણીને મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે શંકર લાલવાણીએ પાંચ લાખ ૪૭ હજાર મતોથી મોટી જીત નોંધાવી હતી

ભાગલા વખતે પાકિસ્તાનથી આવીને વસ્યા
ઈન્દોરના સાંસદ શંકર લાલવાણીના પૂર્વજો આજના પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાંતમાં વસતા હતા. લાલવાણી સિંધી પરિવારમાંથી આવે છે અને તેનો પરિવાર ભાગલા પછી પાકિસ્તાનથી આવ્યો હતો અને મધ્ય પ્રદેશમાં સ્થાયી થયો હતો. શંકર લાલવાણી ૧૯૯૪માં રાજકારણમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ઈન્દોર મ્યુનિસિપલ કોર્પેારેશનમાં કોર્પેારેટરની ચૂંટણી જીત્યા. ૧૯૯૯ અને ૨૦૦૪ ની વચ્ચે, તેઓ ઈન્દોર મ્યુનિસિપલ કોર્પેારેશનમાં પીડબલ્યુડીના અધ્યક્ષ હતા. તે જ સમયે, ૨૦૧૩ થી ૨૦૧૮ સુધી, તેઓ ઇન્દોર વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ પદ પર રહ્યા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application