આજે ધનતેરસ: જ્વેલરીથી લઈ જમીનમાં થઈ લક્ષ્મીજીની કૃપા

  • November 10, 2023 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આંગણામાં મન મોહક રંગોથી રંગોળી અને દરવાજાની કમાન પર આકર્ષક તોરણો સાથે આજથી દીપોત્સવ પર્વનો કરવાનો પ્રારંભ થયો છે. આજે ઉત્સવના પ્રથમ ચરણમાં ધનતેરસ નો દિવસ. આજના દિવસે લક્ષ્મીજીના પૂજન સાથે ભગવાન ધનવંતરી નું વિધિવત મંત્રોચ્ચાર સાથે પૂજન સૌરાષ્ટ્રવાસીઓએ કર્યું હતું. લાંબા સમય બાદ દિવાળીના ઉત્સવમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે ધનતેરસના દિવસે જ્વેલરી થી લઈને જમીનના કરોડો રૂપિયાના સોદા થયા હતા તો બીજી તરફ ઇલેક્ટ્રોનિક વસ્તુઓથી લઇ ટુ વ્હીલર અને ફોરવીલર ની ડીલેવરી આજના દિવસે લેવામાં આવી હતી.

વરસના ગણ્યા ગાંઠિયા શુભ મુહૂર્તોમાં ધનતેરસ એટલે વણજોયું મુરત ગણવામાં આવે છે જેમાં આજે ખાસ કરીને ભૂમિ પૂજન, જમીનની ખરીદી અને વેચાણ ના દસ્તાવેજ, ગૃહ પ્રવેશ, કુંભપૂજા તેમજ પીળી ધાતુની ખરીદી કરવામાં આવે છે. ધન લક્ષ્મીના અનોખા પરબ પર સુવાળા ચમકીલો આ તહેવાર છે. આજે સવારથી જ રાજકોટ સૌરાષ્ટ્ર ભરની તમામ બજારો ખુલી ગઈ હતી અને સવારથી જ ખરીદી માટે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો હતો જેમાં ખાસ કરીને સવારના રાજમાર્ગો પર નવા છોડાવેલા સ્કૂટર અને કાર દોડતા જોવા મળ્યા હતા.


આ ઉપરાંત તાજેતરમાં સોનાનો ભાવ 62000 ની સપાટીએ પહોંચી ગયા બાદ ફરી ભાવમાં આંચકો આવ્યો હતો અને ભાવ નીચે ઉતરતા મોટાભાગના લોકોએ પુષ્ય નક્ષત્ર બાદ આજે ધનતેરસના શુકન વંતા દિવસે સોના ચાંદીના દાગીના સાથે લગડી અને સિક્કાની ખરીદી કરી હતી.આ ઉપરાંત કોમ્પ્યુટર યુગમાં પણ આજે ચોપડા પૂજન નું મહત્વ અકબંધ હોવાથી વેપારીઓએ નવા વર્ષના હિસાબ માટે ખાતાવહી અને રોજમેળની ખરીદી કરી હતી જેનું દિવાળીએ ચોપડા પૂજન કરશે. કોરોના અને ત્યારબાદ મંદીના માહોલ વચ્ચે વરસનો સૌથી મોટો તહેવાર દિવાળી છેલ્લા ત્રણ વર્ષથી ઉજવવા ખાતર લોકો ઉજવણી કરતા હતા પરંતુ જ્યારે આ વર્ષે નવરાત્રી બાદ દિવાળીમાં પણ લોકોનો અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં ઓનલાઇન અને મોલ ની શોપિંગના બદલે સ્થાનિક બધાને ગ્રાહકોએ પ્રાધાન્ય આપતા વેપારીઓના ચહેરા પર પણ ચમક આવી ગઈ છે. ખરા અર્થમાં આ વખતે દિવાળી ની રંગત નાની દુકાનોથી લઈ મોટા શોરૂમ સુધી જોવા મળી હતી.


આ વર્ષ નુ દીપાવલી નુ મહાપર્વ ઉત્તમ યોગ લઈ ને આવેલ છે ધનતેરસના દિવસે હસ્ત નક્ષત્ર કાળી ચૌદસ ના દિવસે ચિત્રા નક્ષત્ર અને દિવાળીના દિવસે સ્વાતિ નક્ષત્ર નો ઉત્તમ સંયોગ તથા વર્ષનો અંતિમ દિવસ સોમવતી અમાસ પણ ઉત્તમ ફળ આપનાર છે.આ વર્ષે ધન તેરસ ના દિવસે હસ્ત નક્ષત્ર છે અને સાથે શુક્રવાર છે આ ઉત્તમ ગણાય છે હસ્ત નક્ષત્ર મા ધન પૂજા કરવી ઉત્તમ ગણાય છે કાળી ચૌદસના દિવસે ચિત્રા નક્ષત્ર અને શનિવાર છે આથી કાળી ચૌદશ પણ શુભ અને ઉત્તમ રહેશે તે ઉપરાંત શનિવારે હનુમાનજી ની પૂજા કાલભૈરવ દાદા ની પૂજા પણ શનિવારે ઉત્તમ ગણવામાં આવે છે દિવાળીના દિવસે સ્વાતિ નક્ષત્ર છે આમ સ્વાતિ નક્ષત્રમાં પણ ચોપડા પૂજન ઉત્તમ ગણવામાં આવે છે દિવાળી ઉત્તમ ગણવામાં આવે છે


શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન) એ જણાવ્યું હતું કે, તે ઉપરાંત જોઈએ તો વર્ષનો અંતિમ દિવસ સોમવારે સોમવતી અમાસ છે અને સોમવતી અમાસ ને પણ ઉત્તમ ગણવામાં આવે છે આ દિવસે શિવજીની પૂજા કરવી અભિષેક કરવો પીપળા ની પૂજા કરવી ઉત્તમ ફળદાય ગણવામાં આવે છે આમ વર્ષના અંતિમ દિવસ ને ધોકો ન કહેતા સોમવતી અમાસ કહેવી ઉચિત ગણાશે અને આ દિવસે પણ શિવ પૂજાનો લાભ જરૂર લેવો જોઈએ જેથી આવતું વર્ષ આખું સારું જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application