શહેરના કરણપરા શેેરી નં.૧૩૧૪ના કોર્નર પર સિધ્ધાર્થ મકાનમાં રહેતા વણિક વેપારીના બધં મકાનમાં લાખોની ચોરી કરોડપતિ ધનાઢય તસ્કર આનદં જેસીંગ સીતાપરાએ જંગલેશ્ર્વરના સાગરીતને સાથે રાખીને કર્યાનું અને બન્ને શખસોને ક્રાઈમ બ્રાંચે સીસીટીવીના આધારે સકંજામાં લઈ મુદ્દામાલ રિકવર કરવા માટે દોડધામ આદરી હોવાનું જાણવા મળે છે.
શહેરના સાંગણવા ચોકમાં સિધ્ધાર્થ ટ્રેડર્સ નામે ઈલેકટ્રીકસ ગુડસનો વેપાર ધરાવતા કોકીનભાઈ દિલીપભાઈ શાહના બધં મકાનમાં મંગળવાર વહેલી સવારે તાળા તૂટયા અને કબાટમાંથી ૨૦ તોલા સોનું, ૩.૫૦ કિલો ચાંદી, ૭૫૦૦૦ની રોકડ મળી પોલીસના હિસાબ મુજબ ૯.૫૦ લાખની માલમત્તાની ચોરી થઈ હતી. એ ડિવિઝન પોલીસ, ક્રાઈમ બ્રાંચ, એલસીબી સહિતની ટીમો કામે લાગી હતી. સીસીટીવીમાં ટુ–વ્હીલરમાં બે શખસો ચોરી કરવા આવ્યાનું એક નીચે ઉભો હતો અને બીજો ઉપર મકાનમાં ગયાનું દેખાયું હતું.
તસ્કર બેલડીને શોધવા લાગેલી ટીમો પૈકી ક્રાઈમ બ્રાંચ જંગલશ્ર્વરના શખસ સુધી પહોંચી હતી. તેને સકંજામાં લઈ પૂછતાછ બાદ અઠગં ખેલાડી એવા કરોડપતિ કુખ્યાત તસ્કર આનદં જેસીંગ સીતાપરાને સકંજામાં લેવાયો હોવાનું જાણવા મળે છે. પોલીસને તસ્કર બેલડી તો હાથ લાગી ગઈ પરંતુ ચોરાયેલી માતમત્તાનો હજી મેળ થતો ન હોવાથી મુદ્દામાલ રિકવર કરવા માટે દોડધામ આદરી છેે. સીસીટીવી જ વધુ એક વખત પોલીસ માટે આશીર્વાદરૂપ બન્યા અને લાખોની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી
સેન્ટ્રલી એસી બંગલો, પાલતું શ્ર્વાન માટે પણ એસી રૂમ રાખતો
કરોડપતિ તસ્કરમાં ગણાતોે આનદં સીતાપરા નાના હાથ ન મારતો હોવાની તેની છાપ છે. અગાઉ પણ રાજકોટ સહિતના સ્થળોએ બંગલોમાં લાખોની માલમત્તાની ચોરી કરી ચૂકયો છે. આરોપી મુળ જામનગરનો વતની છે. રાજકોટમાં કોઠારિયા રોડ પર ત્રણ મજલાનું મકાન ધરાવતો હતો. સેન્ટ્રલી એસી બંગલો અને પોતાના પાલતું શ્ર્વાનને પણ એસી રૂમમાં રાખતો હતો. જામનગર ઉપરાંત હવે સુરતમાં સીફટ થઈ ગયો હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના લાલપુરના નાંદુરી ગામે હત્યા મામલે પોલીસ અધિકારીની પ્રતિક્રિયા
May 16, 2025 12:34 PMઅમિત ખુંટ આપઘાત પ્રકરણમાં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટ જામીન મુકત
May 16, 2025 12:32 PM17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech