ગાંધી સોસાયટીમાં વેપારીના મકાનમાંથી ૭.૨૨ લાખની ચોરી

  • December 31, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં એક તફર થર્ટી ફસ્ર્ટને લઈ ઉચ્ચ અધિકારીઓ દ્રારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ઠેર ઠેર પોલીસ સ્ટાફ દ્રારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હોય તેમ છતાં તસ્કરોને પોલીસની હાજરીથી કોઈ ફરક પડતો ન હોય તેમ શહેરના માધાપર ચોકડી પાસે આવેલી ગાંધી સોસાયટીમાં વ્હોરા વેપારીના બધં મકાનને નિશાન બનાવી અહીંથી સોના– ચાંદીના ઘરેણા અને રોકડ રકમ સહિત .૭.૨૨ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત અહીં અન્ય એક બધં મકાનને પણ તસ્કરો નિશાન બનાવ્યું હતું જે વર્ષેાથી બધં હોય જેથી કોઈ મત્તા હાથ ન લાગતાં મકાનમાં તોડફોડ કરી હતી. ચોરીના આ બનાવને લઈ ગાંધીગ્રામ પોલીસે તપાસનો ધમધમાટ શ કર્યેા છે. વ્હોરા વેપારી પરિવાર સાથે વિદેશ ગયા હોય આજરોજ સવારે તેઓ ઘરે પરત ફરતા બધં મકાનમાંથી ચોરી થઈ હોવાનું માલુમ પડું હતું.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના માધાપર ચોકડી પાસે ગાંધી સોસાયટી શેરી નંબર છ માં રહેતા વ્હોરા વેપારી ખોજીમભાઈ ફિદાહત્પસેન ભારમલના બધં મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી સોના–ચાંદીના ઘરેણા અને રોકડ રકમ પિયા ૩૦,૦૦૦ સહિત . ૭.૨૨ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. જે અંગેની જાણ પરિવારને થયા બાદ પોલીસને જાણ કરવામાં આવતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાકીદે અહીં પહોંચી ગયો હતો અને તપાસ શ કરી હતી.
ચોરીના આ બનાવની વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ, વ્હોરા વેપારી ખોજેમભાઈ ભારમલને શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં રાજ ટીમ્બર નામની દુકાન આવેલી છે અને તેઓ ટીમ્બરના વેપારી છે.વેપારી દીકરી અને પરિવાર સાથે વિદેશ ગયા હોય જેથી છેલ્લા ઘણા દિવસોથી ઘર બધં હતું. દરમિયાન આજરોજ સવારે તેઓ ઘરે પરત ફર્યા હતા. ઘરે આવતા ઘરમાં સામાન વેરવિખેર હોય ચોરી થયાની શંકા ગઈ હતી. બાદમાં ઘરમાં રહેલી ચીજ વસ્તુઓ અંગે તપાસ કરતા કબાટમાં રાખેલા સોના–ચાંદીના ઘરેણા તથા રોકડ પિયા ૩૦,૦૦૦ સહિત ૭.૨૨ લાખની મત્તા ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડું હતું.
તસ્કરોએ બધં મકાનની નિશાની બનાવી અહીં પાછળના દરવાજાથી ઘરમાં પ્રવેશ કરી હાથફેરો કરી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.આ ઉપરાંત ગાંધી સોસાયટી શેરી નં.૬ માં આવેલુ અન્ય એક મકાન જે વર્ષેાથી બધં હોય તેને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.જોકે કોઇ મત્તા હાથ ન લાગતા તેમા તોડફોડ કરી હતી.
ચોરીના બનાવને લઈ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ મેઘાણીની રાહબરીમાં પીએસઆઈ એસ.એલ.ગોહિલ તથા ટીમે આસપાસના વિસ્તારના સીસીટીવી ફટેજના આધારે બધં બકાને નિશાન બનાવનાર તસ્કરોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શ કર્યેા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application