જામનગર એસ ટી ડેપોમાં સાફ સફાઈનો અભાવ...ગંદુ પાણી ડેપોમાં વહેતું થયું....

  • January 13, 2024 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર એસ ટી ડેપોમાં સાફ સફાઈનો અભાવ...ગંદુ પાણી ડેપોમાં વહેતું થયું....


જામનગર એસ ટી બસ સ્ટેન્ડમાં અધિકારીઓ ની અણઘડ કામગીરીને કારણે શૌચાલયનું મળ અને મૂત્ર જાહેર માર્ગ ઉપર આવી ગયું છે... એક બાજુ દેશમાં સ્વચ્છ ભારત અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે તો બીજી બાજુ જામનગરના એસટી ડેપોમાં સાફ-સફાઈનો અભાવ હોવાના કારણે મુસાફરોને ભારે હલાકીનો સામનો કરવો પડી રહ્યો છે....

જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સફાઈ અભિયાન રાજધરોમાં આવતું હોય છે જો કે એસટી ડેપો પર ધારાસભ્ય સહિતના આગેવાનો દ્વારા અનેક વખત સાફ-સફાઈ કરવામાં આવી છે અગાઉ એસટી ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓએ પણ એસટી ડેપોની મુલાકાત લીધી ત્યારે પણ સાફ-સફાઈનો અભાવ હતો....




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application