એલઆઈસી દર મિનિટે ૧૦.૬૨ લાખ રૂપિયાનો તોતિંગ નફો કરે છે

  • May 28, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસી એ દેશની સૌથી મોટી વીમા કંપની છે. કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો પણ જાહેર કર્યા છે. ખાસ વાત એ છે કે ચોથા કવાર્ટરમાં એલઆઈસીને દર મિનિટે ૧૦.૬૨ લાખ પિયાનો નફો થયો છે. જો કે ગયા વર્ષના સમાન સમયગાળામાં એલઆઈસીના નફામાં માત્ર ૨ ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ કંપનીની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. પ્રીમિયમમાં પણ વધારો થયો છે. જો કે સોમવારે એલઆઈસીના શેરમાં થોડો વધારો જોવા મળ્યો હતો. ચાલો તમને એ પણ જણાવીએ કે એલઆઈસીના ચોથા કવાર્ટરમાં કેવા આંકડા જોવા મળ્યા. જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પેારેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) નો ચોખ્ખો નફો માર્ચ ૨૦૨૪ ના રોજ પૂરા થયેલા છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં બે ટકાના નજીવા વધારા સાથે પિયા ૧૩,૭૬૩ કરોડ થયો છે. અગાઉ વીમા કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૨–૨૩ ના સમાન ત્રિમાસિક ગાળામાં પિયા ૧૩,૪૨૮ કરોડનો ચોખ્ખો નફો કર્યેા હતો. ખાસ વાત એ છે કે આ ૯૦ દિવસમાં એલઆઈસીને દર મિનિટે ૧૦.૬૨ લાખ પિયાનો ફાયદો થયો છે. એલઆઈસીએ સોમવારે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે ગયા નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪ના જાન્યુઆરી–માર્ચ કવાર્ટરમાં તેની કુલ આવક વધીને પિયા ૨,૫૦,૯૨૩ કરોડ થઈ છે, જે પાછલા વર્ષ આ જ ત્રિમાસિક ગાળામાં પિયા ૨,૦૦,૧૮૫ કરોડ હતી. કંપનીની પ્રથમ વર્ષની પ્રીમિયમ આવક પણ માર્ચ ૨૦૨૪ના અંતે પૂરા થયેલા કવાર્ટરમાં વધીને પિયા ૧૩,૮૧૦ કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન કવાર્ટરમાં પિયા ૧૨,૮૧૧ કરોડ હતી. સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪ માટે એલઆઈસીનો ચોખ્ખો નફો પિયા ૪૦,૬૭૬ કરોડ હતો, જે અગાઉના નાણાકીય વર્ષમાં પિયા ૩૬,૩૯૭ કરોડ હતો. જો શેરની વાત કરીએ તો સોમવારે એલઆઈસીના શેરમાં થોડો વધારો જોવા મળ્યો હતો. ડેટા અનુસાર એલઆઈસીના શેરમાં ૦.૫૮ ટકા એટલે કે પિયા ૬નો વધારો જોવા મળ્યો હતો અને કંપનીના શેર પિયા ૧૦૩૫.૮૦ પર બધં થયા હતા. જો કે સોમવારે કંપનીના શેર પિયા ૧૦૩૪.૨૫ પર ખુલ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application