જૂનાગઢમાં મોતીબાગ રોડ પર આવેલ એપલ શોપ નામની દુકાનમાંથી વેપારી પાસેથી બે જૂની ઘડિયાળ લીધા બાદ ઓનલાઇન રકમ જમા કર્યાનો ખોટો ટેક્સ્ટ મેસેજ દર્શાવી વેપારી સાથે ૫૫,૦૦૦ ની છેતરપિંડી મામલે થયેલી ફરિયાદમાં એલસીબીએ બે યુવકોને મુંબઈથી દબોચી પૂછપરછ કરતા ગુજરાત, રાજસ્થાન અને મુંબઈ ત્રણ રાજ્યમાં ૩૨ સ્થળોએ ઓનલાઈન છેતરપિંડી કર્યાની કબુલાત કરી હતી.પોલીસે ઝડપાયેલા યુવકો પાસેથી ૮.૨ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢમાં મોતીબાગ રોડ પર મેરી ગોલ્ડ કોમ્પલેક્ષમાં એપલ શોપ નામની દુકાને બે અજાણ્યા યુવકો જૂની ઘડિયાળ લેવા આવેલ વેપારી સાગર મારુંને યશ પટેલ નામ જણાવેલ યુવકે વિશ્વાસમાં લઈ એપલ કંપનીની રૂ.૫૫,૦૦૦ કિંમતની બે જૂની ઘડિયાળ ખરીદીયા બાદ ઓનલાઇન પેમેન્ટ કરવાનો વિશ્વાસ આપી રકમ જમા થયા અંગે ખોટો મેસેજ દર્શાવી રકમ જમા ન થતા વિશ્વાસઘાત છેતરપિંડી મામલે સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે એસ.પી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ એલસીબીઆઈ પટેલ પીએસઆઇ ઝાલા, જલુ સહિતની ટીમે પેરોલ ફર્લો સ્કોડને સાથે રાખી અલગ અલગ ટીમો બનાવી ઊંડાણપૂર્વકની તપાસ કરતા ચોરીમાં અક્ષેસ પંચાલ રહે.અમદાવાદ, ભાવિક પઢિયાર રહે મુંબઈ મલાડ બંને યુવકો સંડોવાયેલ હોય અને મુંબઈમાં હોવાની માહિતીને આધારે એલસીબીની ટીમે મુંબઈ એક ટીમને તપાસ અર્થે મોકલવામાં આવી હતી. મુંબઈમાં મોટરકારની તલાસી લેતા શંકાસ્પદ મુદ્દા માલ સાથે ઝડપાયેલા બંને યુવકોને જૂનાગઢ એલસીબી કચેરીએ લાવી પૂછપરછ હાથ ધરતા જૂનાગઢ એપલ શોપ માં બલ્ક એસએમએસ નામની સાઈટ પર એપ્લિકેશનમાં પેમેન્ટ ચુકવણીનો વેપારીને ખોટો મેસેજ મોકલી છેતરપિંડી કર્યાની કબુલાત કરી હતી.
બંને યુવકોની વધુ પૂછપરછમાં ગુજરાતના અમદાવાદ, જૂનાગઢ, પોરબંદર ઉપરાંત રાજસ્થાન, મુંબઈ ત્રણ રાજ્યોમાંથી ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન વિવિધ ચીજોની ખરીદી કરી ઓનલાઇન છેતરપિંડી કર્યાની કબૂલાત કરી હતી.
પોલીસે બંને યુવકો પાસેથી ૬૦, ૦૦૦ ની કિંમતની ૩ વોચ, અમેરિકન ટુરિસ્ટ બેગ, ૩ મોબાઈલ, સોનાનો ચેન, સોનાનો સિક્કો, કાર મળી ૮.૨ લાખનો મુદ્દા માલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સોનાનું બિસ્કિટ, ચેન, દારૂ, બીયર, ડ્રાયફૂટ સહિતની ખરીદી
ઝડપાયેલા યુવકોએ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન સ્કેચર બુટ, સોનાનું બિસ્કીટ ,ચેન, ફટાકડા, ઈમ્પોર્ટેડ સ્પ્રે, દારૂની બોટલ, રેડ બુલ ની પેટી, ક્રીમ, સીઝનના બેટ બોલ, સિગરેટ, આઠ કિલો કાજુ બદામ, ટ્રોલી બેગ , બે બાર રેસ્ટોરન્ટ અને બોય ક્લબમાં એન્ટ્રી ફી ચુકવ્યા સહિતના વિવિધ ખોટા મેસેજ દર્શાવી છેતરપિંડી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિધાનસભાના બજેટ સત્રમાં નિયમ ૪૪ હેઠળ સરકાર જંત્રી દરમાં ઘટાડો કરે તેવા સંકેત
January 23, 2025 03:11 PMગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો
January 23, 2025 03:09 PM9 અબજ ડોલરથી 57 અબજ ડોલર સુધી, 10 વર્ષમાં ગુજરાતના FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં 500 ટકાથી વધુનો વધારો
January 23, 2025 03:07 PMઅનોખી કામીગીરી: દારૂ નહીં સાયલેન્સર પર રોડ રોલર ફેરવાયું
January 23, 2025 03:06 PMજૂનાગઢમાં PSIની દોડ લગાવ્યા બાદ યુવાનનું હાર્ટ એટેકથી મોત
January 23, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech