જામનગરના પંચવટી વિસ્તારમાં એક શિક્ષિકા ના આપઘાતના બહુ ચર્ચિત કેસમાં છેલ્લા ૧૧ માસથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી. ની ટીમે શોધી કાઢ્યો છે, અને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.
જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતી એક શિક્ષિકાએ ૧૧ માસ પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ અંગે મૃતક ના ભાઈ ઇશાકભાઈ ઇબ્રાહમભાઈ હુંદડા એ જામનગરના ત્રણ આરોપીઓ અફરોઝ ચમડિયા, રજાક સાઇચા અને અખ્તર ચમડીયા સામે ફરિયાદ નોંધાવી હતી, જેઓના ત્રાસ ના કારણે તેણીની બહેને આત્મહત્યા કરી લીધી હોવાની સુસાઇડ નોટ પણ પોલીસ સમક્ષ રજૂ કરી હતી.
જે ગુનામાં આરોપી અફરોઝ તૈયબભાઈ ચમડીયા નાસતો ફરતો રહ્યો હતો, જે આરોપી ધ્રોળ તાલુકાના લૈયારા નજીક એક દરગાહ પાસે ઉભેલો છે, તેવી બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ ઝડપી લીધો છે, અને જામનગર લઈ આવ્યા પછી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ચકચારી કેશ લડનારા એડવોકેટ કે જેની તાજેતરમાં હત્યા નીપજાવાઈ હતી, તે શિક્ષિકા આપઘાત પ્રકરણના ફરારી આરોપીની એલસીબી ની ટીમ દ્વારા અટકાયત કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech