સુરેન્દ્રનગર જિલ્લ ા એલસીબી ની ટીમે ચોટીલા પંથકમાં પેટ્રોલિંગ દરમ્યાન સણોસણા - ખેરાણા રોડ ઉપર થી ફોર વ્હીલ કારમાં ઇંગ્લીશ દારૂની 264 બોટલ, મોબાઇલ ફોન, કાર મળી રૂ. 4,03,104 ના મુદ્દામાલ સાથે વિછીંયા તાલુકાનાં અજમેરનાં શખ્સને પકડી પાડી તપાસ હાથ ધરેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લ ા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ચોટીલા પંથકમાં પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ હકીકત મેળવી પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય પઠાણ, આર.એચ.ઝાલા તથા સ્ટાફના વિજયસિંહ પરમાર, કુલદીપભાઇ બોરીચા, વજાભાઇ સાનીયા ની ટીમે સણોસરા થી ખેરાણા ગામ જવાના કાચા રસ્તે સફેદ કલરની મારુતી સ્વીફ્ટ રજી.નં. જી.જે.03કે.સી.5066 ગાડી અટકાવી તલાશી લેતા ભારતીય બનાવટના પરપ્રાતિય ઇંગ્લીશ દારૂ મેક ડોનાલ્ડ નં1 વ્હીસ્કીની શીલબંધ બોટલ નંગ-ર64, રૂ.1,48,104, મોબાઇલ ફોન, સ્વીફ્ટ કાર મળી એમ કુલ રૂ.4,03,104ના મુદ્દામાલ સાથે રાજકોટ જિલ્લ ાનાં વિછીંયા તાલુકાનાં અજમેર ગામનાં યોગેશ બચુભાઇ ઝાપડીયા ને પકડી પાડી તેના વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.
પકડાયેલ શખ્સ પકડાયેલ દારૂનો જથ્થો કોની પાસેથી લીધો હતો અને ક્યાં લઈ ને જતો હતો સદરૂહ ઇંગ્લીશ દારુના હેરફેરમાં અન્ય કોણ કોણ સંકળાયેલા છે. તેમજ નજીકના વિસ્તારમાં કોઇ કટીંગ થયેલ છે કે કેમ? તે સહિતની વિગતો માટે પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી તપાસ શરૂ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નિવૃત પોલીસ પુત્ર દ્વારા ચલાવવામાં આવતો દેહવ્યાપાર ઝડપી પાડતી પોલીસ
April 01, 2025 05:44 PMનવરાત્રીના ત્રીજા દિવસે પ્રસાદ માટે બનાવો શીરો, જુઓ રેસીપી
April 01, 2025 05:07 PMઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech