પાટણમાં કુટણખાનું પકડાયુ : જામનગરની પાર્ટનર મહિલા સહિતની ધરપકડ

  • December 18, 2024 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગેસ્ટહાઉસમાં ચાલતા દેહવ્યાપારનો પદર્ફિાશ : દરોડા વખતે 7 મહિલા સાથે 3 પુષ ગ્રાહકો મળી આવ્યા


પાટણમાં એક ચોકકસ બાતમીના આધારે એસઓજીની ટીમે ગેસ્ટહાઉસમાં દરોડો પાડીને મહિલાઓ અને 3 પુષ ગ્રાહકોને ઝડપી લીધા હતા, તપાસ દરમ્યાન  જામનગરની પાર્ટનર મહિલા અને ગેસ્ટહાઉસ સંચાલક સહિતનાઓની ધરપકડ કરતા ચકચાર મચી ગઇ હતી. પુછપરછમાં પુષ ગ્રાહક પાસેથી 500 થી 1500 લેવામાં આવતા હોવાનું ખુલ્યુ છે.


પાટણમાં એસઓજી પોલીસની ટીમ હોટલના ચેકીંગમાં હતી દરમ્યાન કીમ્બુવા ગામના મુસ્તાક ઇસ્માઇલ મુસલ્લા પાલિકા બજાર સામેના દેવદર્શન કોમ્પ્લેક્ષ પાછળના ભાગે રંગોલી ગેસ્ટહાઉસમાં બહારથી મહિલાઓ લાવી ગ્રાહકો પાસેથી પૈસા લઇ દેહવેપારનો ધંધો કરતા હોવાની બાતમી આધારે રેઇડ કરતા ગેસ્ટ હાઉસમાં અનૈતિક વેપાર માટે લાવેલ સાત મહિલાઓ અને 3 પુષ ગ્રાહકો અલગ અલગ મમાંથી મળી આવ્યા હતા.


ગેસ્ટહાઉસમાં આવતા ગ્રાહકોને આપવામાં આવતા પ્લાસ્ટીકના 104 કોઇન, મોબાઇલ અને રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો, પોલીસ સંચાલક પાટણના કિંમ્બુવા ગામના મુસ્તાક ઇસ્માઇલ મુસલ્લા તેમજ મદદગારીમાં રહેલા વનીતાબેન જીતુભાઇ જાડેજા રહે. સંગમબાગ, મયુરગ્રીન સોસાયટી, જામનગરની અટકાયત કરી ગુનો નોંધી તપાસનો દોર શ કર્યો હતો.


આ અંગેની તપાસ દરમ્યાન એવી વિગતો ખુલી હતી કે કચ્છનો રફીક નામનો શખ્સ રાજયભરમાંથી મહિલાઓ પાટણ ગેસ્ટહાઉસમાં મોકલતો જેનો ા. 500 થી 1500માં દેહ વેપાર થતો હતો, દરોડા વખતે સાત મહિલા અને 3 ગ્રાહક પુષો મળી આવ્યા હતા. છેલ્લા 3-4 માસથી કુટણખાનુ ચાલતુ હતું અને એકબીજાના સંપર્કથી ગ્રાહકો અહી આવતા હતા તેમ પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News