ગુજરાતની લોકસભાની સુરત બેઠક બિનહરીફ જાહેર થયા બાદ ચૂંટણી પચં એકશનમાં આવ્યું છે સુરતના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણીનો મામલો હવે દિલ્હી સ્થિત ભારતીય ચૂંટણી પચં સમક્ષ મોકલવામાં આવ્યો છે. ઉમેદવારી પત્રમાં ખોટી સહીના કેસમાં રાયના મુખ્ય નિર્વાચન અધિકારી કોઈપણ પગલાં લે તે પહેલા વડી કચેરીનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. ઉમેદવારી પત્રમાં ખોટી સહીના મુદ્દે ચૂંટણી પચં દ્રારા દિલ્હી કચેરીનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે કાયદા પ્રમાણે જો ગુનો સાબિત થાય તો ત્રણ વર્ષની જેલની સજા ની જોગવાઈ છે.
સુરત જિલ્લ ા ચૂંટણી અધિકારીએ આખી ઘટનાનો રિપોર્ટ ગાંધીનગર મોકલ્યો છે આ રિપોર્ટના આધારે દિલ્હી સ્થિત વડી કચેરી સમક્ષ બાબત મુકવામા આવી છે. સમગ્ર મામલો એવો છે કે,સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણી એ યારે ઉમેદવારી ફોર્મ ભયુ ત્યારે તેમણે ફોર્મમાં ટેકેદારોની સહીઓ કરાવી હતી.
પરંતુ આ ટેકેદારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચવાના આગલા દિવસે ફોર્મ ભરનાર તમામ ટેકેદારોએ એફિડેવીટ રજૂ કરીને કુંભાણીના ફોર્મમાં સહી તેમની નહીં હોવાનું જણાવતા સમગ્ર મામલે ભુકંપની સ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિમાં ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ કરી દીધી હતી.
આ મામલે રાયના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીએ સુરત જિલ્લા ચૂંટણી અધિકારી પાસે ખોટી સહી અંગેનો ડિટેઇલ રિપોર્ટ માગ્યો હતો, જે ગાંધીનગર સ્થિત કચેરીને મળી ગયો છે. હવે આ ગંભીર કિસ્સામાં કેન્દ્રીય ચૂંટણી પંચનું માર્ગદર્શન માગવામાં આવ્યું છે.
રાયના મુખ્ય નિર્વાચન અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમા સ્પષ્ટ્ર કયુ હતું કે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ટેકેદારોની ખોટી સહીના કારણે રદ થયું છે.જે ગંભીર બાબત છે. ટેકેદારો એવું કહેતા હોય કે ઉમેદવારી પત્રમાં અમારી સહી નથી ત્યારે સવાલ એ થાય છે કે આ સહીઓ ઉમેદવારે કરાવી છે. એટલું નહીં, ઉમેદવારી પત્ર સાૈંપતી વખતે ઉમેદવાર ટેકેદારો વગર જિલ્લ ા ચૂંટણી અધિકારીની કચેરીએ ગયા હતા અને કાગળો રજૂ કર્યા હતા.
નિષ્ણાંતોના મતે ઉમેદવાર સામે આઈપીસીની કલમ ૪૧૮ અને ૫૬૫ પ્રમાણે કેસ બની શકે છે. જો ગુનો સાબિત થાય તો તેમને મહત્તમ ત્રણ વર્ષની કેદની સજા થઇ શકે છે. જો ઉમેદવારે ખોટી સહીઓ કરાવી હોવાનું પુરવાર થાય છે તેથી તેમની સામે ગુનો બને છે. આ મામલે પચં નુ માર્ગદર્શન માગવામા આવ્યુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પોલીસે SEE વ્હીલ કાર્યક્રમ અંતર્ગત દરિયામાં મોકડ્રીલ યોજી
November 23, 2024 01:05 PMધનશ્રી વર્મા ફિલ્મમાં ડેબ્યૂ કરવા તૈયાર
November 23, 2024 12:43 PMપતિ પત્ની ઔર વો 2માં રવિના ટંડનની એન્ટ્રી
November 23, 2024 12:41 PMઅભિષેકની ફિલ્મ 'આઈ વોન્ટ ટુ ટોક' બોક્સ ઓફિસ પર ચુપ
November 23, 2024 12:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech