કુંભયાત્રા વિવાદ પૂર્ણ, પાટીદાર સમાજને તેમાં ન ઢસડો: મેયર

  • February 15, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના મેયરની મહાકુંભ યાત્રા મામલે સર્જાયેલા વિવાદમાં પાટીદાર નેતાએ ટિટ કરતા નવો ફણગો ફટો છે. મેયર પાટીદાર ની દીકરી હોવાના કારણે તેમની સાથે આવો વિવાદ સર્જવામાં આવ્યો તેવું ટિટ કરતા મેયર નયનાબેન પેઢડીયાએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં એવી પ્રતિક્રિયા આપી હતી કે કુંભયાત્રાનો વિવાદ હવે પૂર્ણ થયો છે અને સમગ્ર પાટીદાર સમાજને તેમાં ઢસડવાની જર નથી.
રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ તેમની સરકારી ગાડીમાં પતિદેવ તેમજ અન્ય સખી સહેલીઓ સાથે પ્રયાગરાજની યાત્રા કરી મહાકુંભમાં સ્નાન કર્યા બાદ કપડાં મ્યુનિ.કાર ઉપર સુકવતા તેના ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ થતા સરકારી ગાડીના ભાડા તેમજ કાર ઉપર સુકવેલા કપડાં મામલે વિવાદ સર્જાયો હતો જે ભારે ચર્ચાસ્પદ બન્યો હતો, દરમિયાન મેયરએ યાત્રાએથી પરત ફર્યા બાદ ગઇકાલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોઇનું સ્પષ્ટ્ર નામ લીધા વિના પક્ષના જ એક જૂથના ષડયંત્રનો ભોગ બન્યા અને તેમની જાસુસી કરાઇ તેથી આવો વિવાદ સર્જાયો તેમ જણાવ્યું હતું.દરમિયાન આજે આ મામલે પાટીદાર સમાજના નેતા દિનેશ બાંભણીયાએ મેયર નયનાબેન પેઢડિયાએ પાટીદારની દીકરી છે માટે તેમની સાથે આવું થયું તેવું ટિટ કરતા હાલ સુધી ફકત રાજકીય સ્તરે ચાલી રહેલા આ વિવાદમાં નવો ફણગો ફટો હતો. યારે ટિટની પ્રક્રિયામાં મેયરએ જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર મારા નાના ભાઇ છે અને હત્પં તેની મોટી બેન છું, મારી મહાકુંભયાત્રાનો વિવાદ હવે પૂર્ણ થયો છે ત્યારે સમગ્ર પાટીદાર સમાજને તેમાં ન ઢસડો તેમ કહેતા મેયર ભાવુક બની ગયા હતા અને તેમની આંખમાં જળજળીયા આવી ગયા હતા.
વિશેષમાં મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે મહાકુંભ યાત્રાએથી પરત ફર્યા બાદ નિયમ મુજબ ચૂકવવા પાત્ર ભાડું મેં ચુકવી આપ્યું છે અને હવે આ વિવાદ પૂર્ણ થયો છે ત્યારે સમગ્ર પાટીદાર સમાજને આ વિવાદમાં ઢસડવો યોગ્ય નથી. પાટીદાર સમાજ એ સર્વ સમાજ સાથે જોડાયેલો સમાજ છે. હત્પં વર્ષેાથી ભાજપમાં છું અને સર્વ સમાજના ટેકાથી હત્પં મેયર બની છું ત્યારે શહેરનો વિકાસ એ જ મા ધ્યેય છે. મહાકુંભ યાત્રાનો વિવાદ પૂર્ણ થયો છે ત્યારે આ મામલે પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો તેવું જણાય છે. મહાકુંભ યાત્રાના વિવાદમાં સમગ્ર પાટીદાર સમાજને ટાર્ગેટ ન કરીએ તેવી અપીલ પણ તેમણે કરી હતી.
આ મામલે પ્રતિક્રિયા આપતા મેયર ભાવુક બન્યા હતા તેમનો અવાજ ગળગળો બની ગયો હતો અને આંખોમાં જળજળીયા આવ્યા હતા, હવે વિવાદ પૂર્ણ થયો હોય આ મામલે તેઓ વધુ કઇં કહેવા નહીં માંગતા હોવાનું પણ ભારપૂર્વક ઉમેયુ હતું

ગેરસમજના કારણે અંતર પડ્યું, હવે સાથે મળીને શહેરના વિકાસનું ધ્યેય
મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે તેમની અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન વચ્ચે સામાન્ય ગેરસમજને કારણે અંતર પડ્યું હતું, અહમનો ટકરાવ કરવાને બદલે લેટ ગોની ભાવના રાખવી જોઈએ. હવે વિવાદ પૂર્ણ થયો છે ત્યારે અન્ય કોઇ વાતને અવકાશ નથી. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી સાથે મળીને શહેરનો વિકાસ કરવાનું અને પાર્ટીએ મારી ઉપર મુકેલો વિશ્વાસ સાર્થક કરવાનું એક માત્ર ધ્યેય છે.

મેયર સમગ્ર શહેરના અને સર્વ સમાજના, પાટીદારોને ગેરમાર્ગે ન દોરો: નયનાબેન
મેયર નયનાબેન પેઢડિયાને ટ્વિટ મામલે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે કોઇએ શા માટે એવું ટ્વિટ કર્યું તે વિશે તો હું શું કહી શકું ? પરંતુ હું પાટીદારની દીકરી છું તો કોઈએ લાગણીવશ આવું ટ્વીટ કર્યું હોય તેમ બની શકે છે પરંતુ આ વિવાદમાં પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવાની જરૂર નથી તેટલું ચોક્કસથી કહીશ. મેયર સમગ્ર શહેરના અને સર્વ સમાજના હોય છે.જયમીન ઠાકર મારા નાના ભાઇ છે અને હું તેની મોટી બહેન છું: મેયર
મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન વચ્ચે કોઇ મતભેદ હોય શકે પરંતુ મનભેદ નથી. જયમીનભાઇ ઠાકર મારા નાના ભાઈ છે, હું તેની મોટી બેન છું અને ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે. પરિવારમાં પણ ભાઈ-બેન વચ્ચે સામાન્ય મતભેદ કે લડાઈ ઝઘડા થતા હોય છે તેવું જ આ મામલે પણ બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application