સિક્કામાં 30 જેટલા ક્ષત્રિય યુવાનોની અટકાયત કરાઇ જામનગરમાં ક્ષત્રિયાણીઓએ ધરણાં પર બેસીને કમલ કા ફૂલ, હમારી ભૂલ... ના નારા લગાવ્યા ધ્રોલમાં પણ ક્ષત્રિય સમાજની બેઠક મળી જામનગર ખાતે આગેવાનોએ કરી જાહેરાત ગામડાથી લઇને વોર્ડ સુધી સમિતિઓ છે તૈયાર પરસોત્તમ પાલાને સ્વાર્થી, લાલચુ અને સત્તાભૂખ્યા કહ્યા આગામી દિવસોમાં વિરોધ જ્વાળામુખી બનવાની ચેતવણી
પરસોત્તમભાઇ પાલાના મુદ્દે ક્ષત્રિય સમાજે ગુજરાત આખામાં ભાજપ વિઘ્ધ મતદાન કરવાની ખુલ્લેઆમ જાહેરાત કરી દીધી છે, ગઇકાલે જામનગર ખાતે મળેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં ખુલ્લંખુલ્લા કહેવામાં આવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ રાજ્યની તમામ બેઠકો પર ભાજપની સામે મતદાન કરાવશે. બીજી બાજુ ગઇકાલથી જ ક્ષત્રિયાણીઓ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમા સામે ઉપવાસ શ કરાયા છે, તો સિક્કામાં યુવાનો દ્વારા દેખાવો કરવામાં આવતા 30 ની અટક કરવામાં આવી હતી, આ ઉપરાંત ધ્રોલ ખાતે પણ ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી, આમ મુદ્દો વધુ ગરમાયો છે.
રજવાડાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કયર્િ હતા, આ વિધાન સામે રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ પાલા સામે છેલ્લા બે સપ્તાહથી ક્ષત્રિય સમાજ રોષ સાથે લડત ચલાવી રહ્યું હતું અને એમને એવી આશા હતી કે, ઉમેદવારી પત્ર પાછું ખેંચાઇ જશે, પરંતુ ભાજપે કોઇ મચક નહીં આપતા અને ગઇકાલે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થઇ જતાં હવે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનના બીજા તબક્કામાં આરપારની લડાઇનું ખુલ્લું એલાન કરી દેવામાં આવ્યું છે.
ગઇકાલે અહીંના રાજપૂત સમાજ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી, જેમાં આગેવાનોએ જણાવ્યું હતું કે, ભાજપ સામે લડી લેવા માટે ગામડાઓથી લઇને શહેરના વોર્ડ સુધી શહેર-જિલ્લામાં સમિતિઓ રચાઇ ગઇ છે, તા. ર4 ના રોજ દ્વારકાથી ધર્મરથ નીકળશે, જે તા. ર સુધી જિલ્લાના ખૂણેખૂણે સુધી પહોંચશે અને તેમાં ભાજપ વિઘ્ધ મતદાન કરવા માટેનો સંદેશ આપવામાં આવશે, કાયદાની મયર્દિામાં આંદોલન ચલાવવામાં આવશે, કોઇ સરકારી માલ મિલ્કતને નુકશાન નહીં થાય, શાંતિપૂર્વક લડત ચલાવાશે.
જામનગરમાં ક્ષત્રિય આગેવાનો એ કહ્યું હતું કે સમાજમાં વિખવાદ છે અને પાલાના મુદ્દે સમાજના બે ભાગ પડી ગયા છે, એ વાત સાવ ખોટી છે, કોઇ વિખવાદ નથી, અમે બધા સાથે છીએ, સમગ્ર ક્ષત્રિય સમાજ ભાજપ વિઘ્ધ મતદાન કરશે અને ગુજરાતની તમામ બેઠકો પર હરાવવાનો લલકાર કરવામાં આવ્યો છે.
પરસોત્તમ પાલાને ટાંકીને એમ પણ કહેવામાં આવ્યું કે, તેઓ સ્વાર્થી, લાલચુ અને સત્તાભૂખ્યા છે કારણ કે એમણે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું નહીં, અમે ખૂબ વિનંતી કરી, વિરોધ કર્યોે, છતાં કોઇ નિર્ણય લેવાયો નથી.
અમારી બહેનો જામનગર અને રાજ્યભરમાં ઉપવાસ પર બેઠી છે, તા. 7 સુધી ઉપવાસ આંદોલન ચાલશે, કારણ કે નારીશક્તિની વાતો કરનારાઓ દ્વારા જ નારી શક્તિનું અપમાન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજપૂત સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ આંદોલન પાર્ટ - 2 શ કરવામાં આવ્યું છે. ઓપરેશન ભાજપ અમદાવાદ ખાતે મળેલી ગુજરાત ભરની દરેક સંસ્થાઓ ના નેજા હેઠળ આ કાર્યક્રમ કરવા માટે નક્કી થયા મુજબ દરેક શહેરો, વિસ્તારો અને ગામડાઓમાં બુથ લેવલ સુધી આગામી લોકશાહી ઢબે વિવિધ કાર્યક્રમો આપી દરેક જ્ઞાતિને સાથે રાખી આ અસ્મિતા સન્માન ના કાર્યક્રમો પોતપોતાની રીતે ભાજપ વિરુદ્ધ 100 ટકા મતદાન થાય તેના માટે જુદી- જુદી ટીમો બનાવી આ કાર્યક્રમ આપવામાં આવશે.
આ લડત બિનરાજકીય દ્વારા આપવામાં આવે છે. અને કોઈ નેતા કે આગેવાન વિના સ્વયંભૂ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. દરેક વિસ્તારમાં ગામડાઓમાં અને તાલુકાઓમાં ભાઈઓ તથા બહેનો દરેક વર્ણના લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે સમજાવવા માં આવશે. અને આગામી તારીખ 24-04-2024 થી જગતગુરુ દ્વારકાધીશના ચરણો માં આશીવર્દિ લઇ ધર્મરથનું પ્રસ્થાન સાધુ, સંતો ના હસ્તે કરવામાં આવશે. - ધર્મરથનું પ્રસ્થાન દ્વારકા થી સવારે 9 કલાકે પ્રારંભ બાદ દ્વારકા થી કલ્યાણપુર સાંજે 5 વાગ્યે, તા. 26-04-2024 લાલપુર થી ભાણવડ, ત્યારબાદ જામજોધપુર સાંજે 5 વાગ્યે, તા. 27-04-2024 પ્રારંભ કાલાવડ સવારે 10 વાગ્યે, ત્યાંથી પ્રસ્થાન ધ્રોલ 28-04-2024 ત્યારબાદ 29-04-2024 જોડિયા પ્રસ્થાન. 30-04-2024 જામનગર તાલુકો અને શહેર દરેક વોર્ડમાં તા. 01-05-2024 કક્ષા એ બહોળી સંખ્યામાં સન્માન કરવામાં આવશે.
આ રથની પૂર્ણતા તા. 02-05-2024 ના રોજ અંતે નારી શક્તિ સન્માન મહા સંમેલન ખીજડીયા બાયપાસ ચોકડી ખાતે કરવાનું આયોજન કરવામાં આવશે.તેમ આજે જામનગરમાં સંકલન સમિતિના આગેવાનો એ જણાવ્યું હતું.
સિક્કાનો અહેવાલ
પરસોત્તમ પાલા સામેનો વિરોધ હવે વધુ તાકાત સાથે ઉઠી રહ્યો છે અને ક્ષત્રિય સમાજ આરપારની લડાઇના મૂડમાં છે, ગઇકાલે સિક્કા ખાતે સંખ્યાબંધ યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ દ્વારા 30 જેટલા ક્ષત્રિય સમાજના યુવાનોની અટકાયત કરવામાં આવી હતી.
કમલ કા ફૂલ, હમારી ભૂલ...
જામનગર ખાતે ગઇકાલથી ક્ષત્રિયાણીઓ દ્વારા શ કરવામાં આવેલા ઉપવાસ આંદોલનમાં બહેનોએ પરસોત્તમ પાલા વિઘ્ધ સૂત્રોચ્ચાર કયર્િ હતા અને કમલકા ફૂલ, હમારી ભૂલ સહિતના બેનરો હાથમાં ધારણ કયર્િ હતા.
ધ્રોલમાં ક્ષત્રિય સમાજની બેઠક યોજાઇ
ધ્રોલ દિપસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે રાજપૂત સમાજની મહત્વની બેઠક યોજાય પરસોતમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજની અસ્મિતાને ઠેસ પહોંચી છે ત્યારે પરસોતમ રૂપાલા વિરુદ્ધ અનેક રેલી અને મહા સંમેલન યોજેલુ છતા રાજપૂત સમાજની માંગ સંતોષાય નથી ત્યારે રાજપૂત સમાજ હવે લડી લેવાના મૂડમાં છે તા.22 થી ધર્મરથનુ આયોજન કરવામા આવ્યું છે.આ ધર્મરથ રાજપૂત સમાજના ગામડે ગામડે જય ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે. ધ્રોલ તાલુકાના રાજપૂત સમાજના ગામડે ગામડે વિરોધ થય રહ્યો છે.આ વિરોધ દિવસે દિવસે વધતો જાય છે. આજે ધ્રોલ દિપસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે બહોળી સંખ્યામાં આજુબાજુના ગામડાના લોકો હાજર રહ્યા હતા હાજર લોકોનો એકજ સુર હતો જય ભવાની ભાજપ જવાની આખરે તો રાજપૂત સમાજ હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech