ક્ષત્રિયોનું એલાન: રૂપાલા ફોર્મ પરત ન ખેંચે તો રાજ્યમાં ભાજપનો બહિષ્કાર

  • April 17, 2024 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના ગોતા સ્થિત રાજપુત સંસ્થા ઓની સંકલન સમિતિની બેઠક બાદ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં રામનવમીથી બીજા તબક્કાના આંદોલનની શરૂઆત કરશે તેવું એલાન કરવામાં આવ્યું છે .

ભાજપ્ના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલી વિવાદાસ્ઙ્કદ ટીપ્ઙ્કણીઙ્ખી વિરોધનો વંટોળ ઊભો થયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગણી કરવામાં આવે છે કે રૂપાલાને હટાવો પરંતુ આ જ દિન સુધી આ નિર્ણય નહીં આવતા ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ્ના કાર્યક્રમનો જાહેરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

બીજા તબક્કાના આંદોલન કાર્યક્રમમાં ભગવાન

શ્રીરામના જય ધોષ સાથે કરાશે હવે રૂપાલા જ નહીં પણ ભાજપ સામેની રણનીતિ જાહેર કરી દેવાય છે રૂપાલા ફોર્મ પરત ખેચશે નહી. તો ગુજરાતમાં ભાજપ્નો બહિષ્કાર કરવામાં આવશે રાજ્યની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપ વિરોધી મતદાન કરવા અપીલ કરાશે.
સંકલન સમિતિ દ્વારા તા.19ઙ્ગા સાંજે 5:00 વાગે હવે પછીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે અને આવતા દિવસોમાં મતદાન પૂર્વે ગુજરાતમાં ભાજપ વિરોધ પ્રચાર ઝુંબેશે જ કરવામાં આવશે.

ક્ષત્રિયોને મનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ એડીચોટીનું જોર લગાવ્યું છે પરંતુ તેમાં નિર્ધિરિત સફળતા મળતી નથી. આ મામલે સમાધાન નહીં થાય તો ક્ષત્રિયોની વોટબેંકનું મોટું નુકસાન સામે દેખાઈ રહ્યું છે સૂત્રોના મત મુજબ આગામી 48 કલાક દરમિયાન ફરી ક્ષત્રિય આગેવાનોને ગાંધીનગરનું તેડુ મોકલાશે સરકાર સંગઠન કોઈપણ ભોગે આ કોકડું ઉકેલવા માટે પ્રયાસ કરશે.
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા શક્તિ પ્રદર્શન કરીને ગઈકાલે ફોર્મ ભર્યું છે ક્ષત્રિય નેતાઓને હજુ આશા છે કે 19 એ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે ત્યારે ભાજપ તેમનું ફોર્મ પરત ખેંચાવશે આમ માટે હજુ બે દિવસનો સમય છે બીજી તરફ એવી ચચર્િ છે કે રૂપાલા મામલે ભાજપ જરાય પીછેહટ કરવા માંગતું નથી તો ક્ષત્રિયો પણ આ મામલે લડી લેવાના મૂડમાં છે તેવા સંજોગોમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી આ મામલો રસાકસી ભર્યો રહેશે.


પાલા આંદોલન પાર્ટ-2ના નવા કાર્યક્રમની જાહેરાત

- ગુજરાતમાં જ્યાં જ્યાં પણ ભાજપ્ની સભાને કાર્યક્રમો થશે ત્યાં ક્ષત્રિયો કાળા વાવટા ફરકાવી શાંતિપૂર્વક વિરોધ કરશે.
- ક્ષત્રિયોની વસ્તી ધરાવતા દરેક ગામમાં ભાજપ વિરોધી મતદાન કરવા બેનર લગાવવાશે.
- 19 મી એ રૂપાલા પર ઉમેદવારી પરત ખેંચે નહીં તો સાતમી મે સુધી સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરોધી પ્રચાર ઝુંબેશ તેજ કરાશે.
- ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજને સમર્થન આપ્નાર દરેક વર્ગ સમગ્ર ગુજરાતની લોકસભા બેઠક પર ભાજપ વિરોધી મતદાન કરશે.
- 19મી એપ્રિલે સાંજે પાંચ કલાકે રાજપૂત સંકલન સમિતિ દ્વારા આગામી કાર્યક્રમો નક્કી કરીને વિધિવત જ જાહેરાત કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application