રાજકોટ-10 લોકસભા બેઠકના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ આજે ઉમેદવારી નામાંકન પૂર્વે બહુમાળી ભવન નજીક સરદાર પટેલની પ્રતિમા પાસે જાહેર સભાને એ..રામ.રામ...સાથે સંબોધી હતી. જેમાં સૌથી મહત્વનો મુદ્દો હાલ જે ચાલી ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહ્યો છે એ મુદ્દા પર રૂપાલાએ વક્તવ્યના અંતમાં મંચ ઉપર ઉપસ્થિત ક્ષત્રિય સમાજના ભાજપ્ના હોદેદારોનો આભાર માની કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજને મોટું મન રાખી ભાજપ્ને સહકાર આપવા મજબૂત બનાવવા જાહેર મંચ ઉપરથી અપીલ કરું છું.
રૂપાલાએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, સવારે જાગનાથ મહાદેવના દર્શન કયર્િ અને ત્યાંથી જે અહીં સુધીની રેલી હતી એમાં એક ઈંચ પણ જગ્યા નહતી આ જોતા મારે રેલીમાં હતા એ લોકો પાસે મત આપવા માટેની અપીલ ન કરવી પડે એને બદલે પંથકમાં જઈ મત આપવા માટેનું અભિયાન ચલાવવા હાકલ કરી હતી. રેલીમાં ઉપસ્થિત ભાજપ્ના આગેવાનો, કાર્યકરો અને નાગરિકોને સો સો સલામ હોવાનું કહ્યું હતું, વધુમાં ચૂંટણી ઢંઢેરામાં વડાપ્રધાને જે યોજનાઓ જાહેર કરી છે એની પુરી કરવાની પણ ગેરેંટી આપી છે, ખાસ કરી ને જે 70 વર્ષના સિનિયર સીટીઝનના આરોગ્યની ચિંતા કરી જે 5 લાખની સહાય આપતી આયુષ્માન ભારત યોજનાની જે નરેન્દ્રભાઈએ જાહેરાત કરી છે એ દેશના એક સાથે લાખો વડીલોની વંદના કરવા માટેનું બીજું કોઈ ઉદાહરણ ન હોઈ શકે તેમ ઉમેરી કોમન સિવિલ કોડ કાયદાને અમલી કરવા માટેનો પણ ઉલ્લેખ કર્યો હતો. અંતમાં રૂપાલાએ દેશને વિકસિત ભારત બનાવવા માટે વડાપ્રધાનના હાથ મજબૂત કરવા માટે ચોક્કસ મતદાન કરવા અપીલ કરી હતી.
જનસભામાં પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયા, કેશરીદેવસિંહ ઝાલા, પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી.ફળદુ, મેયર નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રીઓ, ધારાસભ્યો સર્વે દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગઢ, જયેશભાઈ રાદડિયા, જીતુભાઇ સોમાણી, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુભાઈ ભંડેરી, સહકારી નેતા દિલીપભાઈ સંઘાણી, જયરાજસિંહ જાડેજા, આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રભાઈ સોલંકી, સ્ટેન્ડિગ ચેરમેન જયમીનભાઈ ઠાકર, પૂર્વ સ્ટેડિંગ ચેરમેન પુષ્કર પટેલ, પૂર્વ મંત્રી અરવિંદભાઈ રૈયાણી સહિતના ભાજપ્ના હોદેદારો, અગ્રણીઓ, કાર્યકતર્ઓિ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન દોર મહામંત્રી માધવ દવેએ સંભાળ્યો હતો.
અવ્યવસ્થાથી કોર્પોરેટરો કાર્યકરોએ ઉભા રહેવું પડ્યું
સભા સ્થળે બેઠક વ્યવસ્થા માટે મર્યિદિત સંખ્યામાં માટે ખુરશીઓ મુકવામાં આવી હતી અથવા તો કાર્યકતર્ઓિની સંખ્યા વધી જતા અવ્યવસ્થા સર્જાઈ હતી. મહિલા કોર્પોરેટરો, મોરચાના હોદેદારો અને કાર્યકતર્ઓિને અસહ્ય ગરમી વચ્ચે ઉભા રહેવાની ફરજ પડી હતી.
સુરત-અમદાવાદના બિલ્ડરો, ઉદ્યોગપતિઓની હાજરી
રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાની સભામાં સુરતથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કિરણ જેમ્સના લાખાણી સહિતના નામાંકિત ઉદ્યોગકારો અને અમદાવાદના બિલ્ડરો સહિતનાએ સમર્થન રૂપે વિશેસ હાજરી આપી હતી.
સૌની યોજનાના પાણી પહોંચ્યાના ભાષણ વચ્ચે કાર્યકતર્ઓિનો પાણી...પાણીનો પોકાર
જનસભાના મંચ પરથી પાણીપુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સૌ ની યોજના થકી મોરબી, ટંકારા સહિતના વિસ્તારમાં પાણી પહોંચાડવાની વાત કરતા હતા એ સમયે સભામાં હાજર કાર્યકતર્ઓિને ગરમીમાં પીવાના પાણી યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પાણીની બોટલો આપવા માટે પોકાર કરી રહ્યાં હતા. પાર્ટીએ પાણીની વ્યવસ્થા ન કરી આપતા પ્રેસ મીડિયાએ માનવતા દાખવી તેમને આપવામાં આવેલી પાણીની બોટલો મહિલા કાર્યકતર્ઓિને આપવામાં આવી હતી.
રામભાઈ કલેકટરના પીએની ચેમ્બરમાં ખુરશી પર બેસી ગયા
સંસદ સભ્ય રામભાઈ મોકરીયા કલેકટરના પીએની ચેમ્બરમાં આવી ગયા હતા અને પીએની ખુરશી પર બેસી ગયા હતા. બાદમાં ભાજપ્ના આગેવાનોએ તેમને આવું નહીં કરવા અને બહાર નીકળી જવા જણાવ્યું હતું. જોકે રામભાઈએ એવો જવાબ આપ્યો હતો કે ફોર્મ રજૂ કરતી વખતે કલેક્ટર સમક્ષ પાંચથી વધુ વ્યક્તિ હાજર નથી અને અમે બહાર બેઠા છીએ તે મેસેજ આપવા હું અહીં બેઠો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech