ક્ષત્રિય આંદોલનના કારણે ભાજપના ચૂંટણી પ્રચારને વિપરીત અસર

  • April 22, 2024 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે ભાજપના ચૂંટણી પ્રચારને વિપરીત અસર પડી રહી હોય તેવું સ્પષ્ટ્રપણે જોવા મળે છે. ભાજપ દ્રારા આયોજિત કાર્યાલયના ઉદઘાટન મીટીંગ જેવા આયોજનમાં ક્ષત્રિય સમાજ દ્રારા વિરોધ વ્યકત કરાતો હોવાથી વિક્ષેપ પડી રહ્યો હોવાની ઘટના એકધારી બની રહી છે. આવા વાતાવરણમાં ક્ષત્રિય સમાજને સમજાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા પછી હવે ભાજપે તેમના ક્ષત્રિય સમાજના આગેવાનોને વધુ એકિટવ થવા સૂચના આપી છે. રવિવારે ગૃહ રાય મંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર રાજકોટ આવ્યા હતા અને તેમણે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોને વધુ એકિટવ થવા માટે સૂચના આપી છે.

ભાજપે આ ચૂંટણી માટે વિકાસના મુદ્દાને એજન્ડા તરીકે સેટ કર્યેા હતો પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં સભા ગ્રુપ મીટીંગ કાર્યાલયના ઉદઘાટન જેવા કાર્યક્રમો યોજવાનું મુશ્કેલ બની ગયું છે અને તેના કારણે કેન્દ્ર તથા રાય સરકારની વિકાસના મામલે જે સિદ્ધિઓ છે તે ર પ્રજા સમક્ષ લઈ જવામાં પણ ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૨૨ ના રોજ રાજકોટ સહિત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેવી વાતો એકાદ પખવાડી પહેલા જાહેર કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તે સંદર્ભે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. લોકસભાની ચૂંટણી તારીખ ૭ મેના રોજ યોજવાની છે આમ ચૂંટણી આડે માત્ર ૧૫ દિવસ બાકી છે. મતદાનના ૪૮ કલાક અગાઉ ચૂંટણી પ્રચારના ભુંગળા બધં થઈ જતા હોય છે તે બાબતને ધ્યાનમાં રાખીએ તો જાહેર પ્રચાર માટે હવે માત્ર ૧૩ દિવસ બાકી રહ્યા છે.

બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સંયુકત રીતે પ્રચારના કામમાં લાગી ગઈ છે. પરંતુ ઇલેકશનના રાજકારણમાં પ્રચારનો જે ગરમાવો હોવો જોઈએ તે હજુ દેખાતો નથી. વિદેશ મંત્રી એસ. જયશંકર ને બાદ કરતા ભાજપના રાષ્ટ્ર્રીય કક્ષાના કોઈ નેતા હજુ સૌરાષ્ટ્ર્રમાં દેખાયા નથી. તો બીજી બાજુ કોંગ્રેસમાં પણ આવી જ સ્થિતિ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application