5 મહિનાથી પેમેન્ટ ન મળ્યાની વ્યથા ઠાલવી
ટીવી સીરિયલ 'યે હૈ મોહબ્બતેં' ફેમ કૃષ્ણા મુખર્જી છેલ્લા ઘણા મહિનાઓથી ડિપ્રેશન અને ચિંતાનો સામનો કરી રહી છે. અભિનેત્રીએ પોતાની પોસ્ટ દ્વારા એક મોટો ખુલાસો કર્યો છે. કૃષ્ણા મુખર્જીએ એક શોના નિર્માતા પર ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે તેણે તેમની સાથે શું કર્યું.
‘યે હૈ મોહબ્બતેં’થી લોકપ્રિયતા મેળવનારી ટીવી અભિનેત્રી કૃષ્ણા મુખર્જીએ શોના નિર્માતાઓ પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે. અભિનેત્રી હાલ ડેઈલી સોપ ‘શુભ શગુન’માં શહેઝાદા ધામી સાથે જોવા મળી રહી છે. હાલ શોનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ ટેલિવિઝનમાંથી બ્રેક પર છે.કૃષ્ણાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘શુભ શગુન’ ના સેટ પરના તેના અનુભવ વિશે ચોંકાવનારી માહિતી આપી. તેણીએ ખુલાસો કર્યો કે તે શોના નિર્માતા દ્વારા ઉત્પીડનને કારણે ડિપ્રેશન અને ચિંતાથી પીડાઈ રહી છે.
એટલું જ નહીં, તેની લાંબી પોસ્ટમાં, અભિનેત્રીએ કેટલીક હેરાન કરતી વાતો પણ શેર કરી છે. અભિનેત્રીએ જણાવ્યું કે શોના સેટ પર તેને હેરાન કરવામાં આવી હતી. ‘યે હૈ મોહબ્બતેં’ ફેમ ક્રિષ્ના મુખર્જીએ પણ મેકઅપ રૂમમાં બંધ હોવાની ઘટના અંગે ખુલાસો કર્યો અને કહ્યું કે તેને છેલ્લા 5 મહિનાથી તેના દ્વારા કરવામાં આવેલા કામ માટે ચૂકવણી કરવામાં આવી નથી.
એટલું જ નહીં, ક્રિષ્નાએ નિર્માતા તરફથી મળી રહેલી ધમકીઓ વિશે પણ જણાવ્યું અને કહ્યું કે તે બોલતા ડરે છે. તેણી આગળ કહે છે કે તે હવે સુરક્ષિત નથી અનુભવતી અને કોઈપણ શો ન કરવા પાછળનો ડર પણ જાહેર કરે છે.ક્રિષ્નાએ આગળ કહ્યું, ‘હું આ શો બિલકુલ કરવા માગતી ન હતી, પરંતુ મેં અન્યની વાત સાંભળી અને કોન્ટ્રાક્ટ સાઈન કર્યો. પ્રોડક્શન હાઉસ અને પ્રોડ્યુસર કુંદન સિંહે મને ઘણી વખત પરેશાન કરી છે. એક વખત પણ તેઓએ મને મારા મેક-અપ રૂમમાં બંધ કરી દીધો કારણ કે હું બીમાર હતી અને શૂટિંગ ન કરવાનો નિર્ણય લીધો હતો.
કારણ કે તેઓ મને મારા કામ માટે ફી ચૂકવતા ન હતા અને જ્યારે હું બીમાર હતી અને અંદર હતી ત્યારે તેઓ મારા મેક-અપ રૂમનો દરવાજો ખખડાવતા હતા જાણે કે તેઓ તેને તોડી નાખશે, તે પણ જ્યારે હું અંદર કપડા બદલી રહી હતી .’
ક્રૃષ્ના મુખર્જીને 5 મહિનાથી પેમેન્ટ મળ્યું નથી
કૃષ્ણા મુખર્જીએ આગળ લખ્યું, ‘તેઓએ મને પાંચ મહિનાથી પૈસા આપ્યા નથી. આ ખરેખર મોટી રકમ છે. હું પ્રોડક્શન હાઉસ અને દંગલની ઓફિસમાં ગઈ છું પરંતુ તેઓએ મને ક્યારેય જવાબ આપ્યો નથી. હા, ઘણી વખત ધમકીઓ આપવામાં આવી હતી. આખો સમય હું અસુરક્ષિત, ભાંગી પડી હોય તેમ અને ડરી ગઈ છું. હું અસુરક્ષિત અનુભવું છું, મેં ઘણા લોકોને મદદ માટે પૂછ્યું પણ કંઈ થયું નહીં. આ બાબતમાં કોઈ કશું કરી શક્યું નહીં. લોકો મને પૂછે છે કે હું કોઈ શો કેમ નથી કરતી? આ કારણ છે. મને ડર લાગે છે કે ફરી એ જ ઘટના બનશે તો? મને ન્યાય જોઈએ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech