ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર-202૩ માં લેવાયેલ ડિપ્લોમા પ્રથમ સેમેસ્ટરની પરીક્ષામાં જી.ટી.યુ. નુ ઓવરઓલ પરિણામ 25.50% હતું.
આ સાથે ક્રિષ્ના ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા 33.63% પરિણામ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ દ્વિતીય સ્થાન, કેમિકલ બ્રાન્ચ તૃતિય સ્થાન તથા મેકેનિકલ બ્રાન્ચદ્વારા ચોથા સ્થાન પ્રાપ્ત કરી સિદ્ધિમેળવી છે. જેમાં ક્રિષ્ના ઇન્સ્ટીટ્યુટની મેકેનિકલ બ્રાન્ચમાં ખેતાણી નમન ૯.૩૫ એસપીઆઇ સાથે પ્રથમ ક્રમાંકે, કેમિકલ બ્રાન્ચમાં ભટ્ટ અનિકેત ૯.૨૬એસપીઆઇ સાથે દ્વિતીય ક્રમાંકે અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં રાઠોડ ઘનશ્યામ ૯.૧૦ એસપીઆઇ સાથે તૃતિય ક્રમાંકે સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.
આ પહેલા પણ જી.ટી .યુ.ના વર્ષ -2021 અને વર્ષ-2018 ના SPI WISE પરિણામમાં જી.ટી.યુ. સંલગ્ન ગુજરાતની તમામ ડિપ્લોમા કોલેજમાં ક્રિષ્ના ઇન્સ્ટીટ્યુટ દ્વારા પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવાની સફળતા મળેલ છે. તેમજ જી.ટી.યુ. દ્વારા લેવાયેલ વિવિધ સત્રની પરીક્ષાઓમાં અત્યાર સુધીમાં અનેક વખત TOP 10 માં ક્રમાક પ્રાપ્ત કરેલ છે.
વિધ્યાર્થીઓએ મેળવેલી સફળતા માટે ટ્રસ્ટીશ્રી જેરામ ભાઈ વાસજાડીયા,બાબુભાઇ ઘોડાસરા,રમેશભાઈ રાણીપા તથા કેમ્પસ ડિરેક્ટર કેશુભાઈ ઘેટીયા દ્વારા પ્રિન્સિપાલ પિયુષભાઈ કાનાણી તથાતમામ સ્ટાફગણ અને વિધ્યાર્થીઓને શુભેચ્છા બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech