કોટેચા ચોક સર્કલ કાપવાનું શરૂ ; 10 સર્કલ ટૂંકાવાશે

  • October 17, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા અંગે આજકાલ દૈનિક દ્વારા અગાઉ તા.25-7-2024ના રોજ પ્રસિધ્ધ કરાયેલા અહેવાલમાં કાલાવડ રોડ ઉપરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા કોટેચા ચોકનું વિશાળ ટ્રાફિક સર્કલ ટુંકાવવું જોઇએ તેવું સુચન રજુ કરાયું હતું, કોટેચા ચોકમાં ટ્રાફિક સમસ્યાનું મોટું શૂળ જ મહાકાય સર્કલ છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો. દરમિયાન હવે મ્યુનિ.તંત્રવાહકોએ તે દિશામાં અમલવારી શરૂ કરી છે અને કોટેચા ચોક સર્કલ ટુંકાવવાનું આજથી શરૂ કર્યું છે.
વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં ક્ધસલ્ટન્ટ એજન્સી મારફતે સર્વે કરાયો હતો જેના પ્રથમ રિપોર્ટમાં નવ સર્કલ ટુંકાવવા માટે એજન્સીએ અભિપ્રાય આપ્યો હતો જેમાં (1) કાલાવડ રોડ ઉપરનું કોટેચા ચોક સર્કલ (2) ભક્તિનગર સર્કલ, (3) જિલ્લા પંચાયત ચોક સર્કલ (4) રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોક સર્કલ (5) સોરઠીયાવાડી સર્કલ (6) ગ્રીનલેન્ડ ચોકડી (7) આજી ડેમ ચોકડી (8) ચુનારાવાડ ચોક (9) અમુલ સર્કલ (10) નાનામવા રોડ પરનું મોકાજી સર્કલ સહિતના નવ સર્કલની સાઇઝ નાની કરવા સુચવ્યું છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે હજુ બીજા તબક્કાનો સર્વે ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં તેનો સર્વે રિપોર્ટ આવ્યા બાદ અન્ય મુખ્યમાર્ગો ઉપરના ટ્રાફિક સર્કલ ટૂંકાવવા કાર્યવાહી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News