કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં બળાત્કાર–હત્યાની ઘટના બાદ તપાસ હેઠળ આવેલા પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સીબીઆઈ તેની સતત પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન સંદીપ ઘોષ પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આરજી કાર મેડિકલ કોલેજના ભૂતપૂર્વ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અખ્તર અલીએ દાવો કર્યેા છે કે, સંદીપ ઘોષ લાવારિસ મૃતદેહોના વેચાણ સહિત અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ઘોષ બાંગ્લાદેશમાં બાયોમેડિકલ વેસ્ટ અને મેડિકલ સાધનોની દાણચોરીમાં રોકાયેલા હતા.
અખ્તર અલી ૨૦૨૩ સુધી આરજી કાર હોસ્પિટલમાં તૈનાત હતા. તેમણે કહ્યું કે, રાય સતર્કતા આયોગ સમક્ષ આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી હતી. પરંતુ તપાસમાં દોષિત ઠરવા છતાં પૂર્વ આચાર્ય સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
અખ્તર અલીએ દાવો કર્યેા હતો કે, તેમણે રાયના આરોગ્ય વિભાગને ડો. સંદીપ ઘોષ વિદ્ધ તપાસ રિપોર્ટ પણ મોકલ્યો હતો, પરંતુ આ પછી તેમને આરજી જાહેર કરીને હોસ્પિટલમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે, 'જે દિવસે મેં તપાસ રિપોર્ટ સબમિટ કર્યેા, ત્યારે મારી બદલી થઈ. તપાસ સમિતિના અન્ય બે સભ્યોની પણ બદલી કરવામાં આવી હતી. વિધાર્થીઓને આ માણસથી બચાવવા મેં મારાથી બનતું બધું કયુ, પણ હત્પં નિષ્ફળ ગયો.
જણાવી દઈએ કે, ડોકટરની હત્યાના વિરોધ વચ્ચે રાજીનામું આપનાર સંદીપ ઘોષને રાજીનામું આપ્યાના થોડા જ કલાકોમાં કલકત્તા મેડિકલ કોલેજમાં નવી નિમણૂક આપવામાં આવી હતી. જો કે, કલકત્તા હાઈકોર્ટે આ અંગે સરકારને ફટકાર લગાવી હતી અને સંદીપ ઘોષને અનિશ્ચિત રજા પર મોકલી દીધા હતા.
અલીએ દાવો કર્યેા હતો કે, ઘોષ મેડિકલ વિધાર્થીઓને પાસ કરાવવા માટે લાંચ માંગતો હતો. તેણે કહ્યું કે, કોલેજમાં જાણી જોઈને કેટલાક વિધાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા હતા. જેથી તે પૈસા વસૂલ કરી શકે અલીએ આરોપ લગાવ્યો કે સંદીપ ઘોષનું કમિશન દરેક જગ્યાએ નક્કી કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech