કોડીનાર દિવ્યાંગ બાળકોની સંસ્થાને સ્કૂલ બસ મળી

  • March 11, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ(દિવ્યાંગ બાળકોની સંસ્થા) કોડીનારમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી ફંડની મદદથી દિવ્યાંગ બાળકોના સેવાર્થે ૩૮ સીટર એક સ્કૂલ બસ આપવામાં આવી. બસના લોકાર્પણ પ્રસંગે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર સુધીર શર્મા તથા કોડીનાર એસબીઆઇ બ્રાન્ચના મેનેજર શ્રવણ કુમાર શર્મા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ સિદ્દીકભાઈ ચાવડા, સિદીભાઈ ચુડાસમા, આરિફભાઈ ચાવડા, અભેસિંહભાઈ ડોડીયા તથા સંસ્થાના કર્મચારીઓ અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સંસ્થાના બાળકો દ્વારા પ્રાર્થના કરી શરૂ કરવામાં આવેલ હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સંસ્થાના દિવ્યાંગ બાળકો તથા સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એજીએમ સુધીર શર્માના હસ્તે ભારતીય સંસ્કૃતિ મુજબ શાસ્ત્ર વિધિથી અને વિધિવિધાન મુજબ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે સુધીર કુમાર શર્માએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાંથી વધુ બાળકોને લાવવા અને તેમને સશક્તિકરણ અને પુનર્વસન કરીને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનું કામ વધુ સરળ બનશે તેમજ એસબીઆઇ કોડીનાર બ્રાન્ચ મેનેજર શ્રવણકુમાર શર્માએ જણાવ્યું કે એસબીઆઇ લોકોની બેંક છે અને બેંકનો ઉદ્દેશ્ય સમાજની જરૂરિયાતો મુજબ મદદ કરવાનો છે જેને ધ્યાનમાં રાખીને દિવ્યાંગ બાળકોના સેવાર્થે જીવનદીપ સંસ્થામાં બસ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારબાદ સંસ્થાનાં આરિફભાઇ ચાવડાએ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી હતી અને જીવનદીપ સંસ્થા પરિવાર તરફથી સંસ્થાનાં દિવ્યાંગ બાળકો માટે બસ ઉપલબ્ધ કરાવવા બદલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે કાર્યક્રમને સફળ બનાવવા રાકેશભાઈ બેરડીયા, તનવીરભાઈ ચાવડા, ડો.ભરતભાઈ રાઠોડ, ડો.નિકુંજભાઈ ચુડાસમા, નઝીમાંબેન જુણેઝા, ભાવનાબેન રાઠોડ, અમીતાબેન ચાવડાએ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application