'તું પોલીસનો ચમચો છો,તે જ મારો માલ પકડાવ્યો' કહી યુવાન પર છરીથી હુમલો

  • November 21, 2023 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માલીયાસણ ગામમાં રહેતા યુવાન પર પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી સ્વીફટ કારમાં આવેલા ત્રણ શખસોએ હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હતાં.આ અંગે યુવાનની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.બનાવની જાણવા મળતી વિગતો મુજબ,માલીયાસણ ગામમાં રહેતા અને ઇલેકટ્રીકની દુકાન ધરાવનાર અનીષ ઇશાભાઇ ભાલવાણી(ઉ.વ 28) નામના યુવાને કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આર્યનગરમાં રહેતા રહીશ અમીર સીંકદરભાઇ જુણેજા,તાહીર સૈયદ ઉર્ફે બાપ ઉર્ફે બાપ ઉર્ફે ટકો અને પેડક રોડ પર રહેતા સમીમખાનના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતું કે,ગઇકાલે બપોરના સમયે તે ઘર પાસે પાનની દુકાને બેઠો હતો ત્યારે આરોપીઓ સ્વીફટ કારમાં આવ્યા હતાં અને અમીર જુણેજાએ યુવાનને કહ્યું હતું કે,તું પોલીસનો ચમચો છો તે જ મારો માલ પકડાવ્યો છે. તારા હીસાબે મારે વીસ લાખનું નુકશાન થયું છે.તેમ કહી ગાળો દેવા લાગ્યા હતા ગાળો દેવાની ના કહેતા ઢીકપાટુનો મારમારવા લાગ્યા હતાં.અમીરના સાથેના બંને શખસોએ યુવાનને પકડી રાખ્યો હતો અને કહ્યું હતું કે,પોલીસને બાતમી આપીશ તો જાનથી મારી નાખીશ.બાદમાં કારમાં રહેલી છરી વડે યુવાન પર હુમલો કરી તેને છરીના બે ઘા ઝીંકી દીધા હતાં.યુવાને દેકારો કરતા આ શખસો કાર લઇ નાસી ગયા હતાં.બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો ત્યાર બાદ તેણે આ ફરિયાદ કરી હતી.જે ફરિયાદના આધારે કુવાડવા રોડ પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 323,324, 504,114,506(2) અને જીપીએકટ કલમ 135 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application