ખંભાળિયાના યુવાન પર છરી વડે હુમલો

  • July 23, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાનથી મારી નાખવાની ધમકી



ખંભાળિયામાં સ્ટેશન રોડ વિસ્તારમાં સરકારી ગોડાઉનની બાજુમાં રહેતા રિયાઝ જુસબભાઈ સંઘાર નામના 24 વર્ષના યુવાન સાથે મુસ્તુફા બસીરભાઈ ઉઢાર નામના શખ્સે બોલાચાલી કરી, છરી વડે છાતીના ભાગે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


ફરિયાદી તથા આરોપીના પિતા બે મહિના પહેલા ટ્રકમાં એક સાથે નોકરી કરતા હોય અને આરોપીને પિતાએ ફરિયાદીના મોબાઈલમાંથી ફોન કરવા બાબતના પ્રકરણમાં ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.


ખંભાળિયામાં યુવાન પર ત્રણ શખ્સો દ્વારા છરી વડે હુમલો


ખંભાળિયાના ગુલાબ નગર ટેકરી વિસ્તારમાં રહેતા સાજાભાઈ ધાનાભાઈ રૂડાચ નામના 21 વર્ષના યુવાનના નાનાભાઈને ચાર-પાંચ દિવસ પહેલા સૌરભ, વિશાલ અને મુનાફ સાથે ઝઘડો થયેલો હોય, તેના સમાધાન માટે એકત્ર થયા બાદ આરોપી સૌરભે સાહેદ નારણભાઈને ફડાકા ઝીંકી, આરોપીઓએ છરી વડે હુમલો કરી, બિભત્સ ગાળો કાઢ્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસમાં નોંધાઈ છે.


દ્વારકા, મીઠાપુરમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા


મીઠાપુર તાબેના ગોરીયાળી ગામના ઝાંપા પાસે ઝાડ નીચે બેસી અને તીનપતિ નામનો જુગાર રમી રહેલા દેવાભા માયાભા કેર, જેતાભા ભીખાભા માણેક, રણજીતભા જગતીયા, વાલાભાઈ રવાભા કેર અને નાગાજણભા ભુટાભા કેરને ઝડપી લઇ, રૂપિયા 5270 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


દ્વારકા પોલીસે ટી.વી. સ્ટેશન વિસ્તારમાંથી આશાભા ઉર્ફે લાલો માયાભા માણેક, દોલુભા ભાયાભા અને નંઢુભા રવાભાને તીનપત્તીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.


ભાટિયાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો


કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે પોલીસે ભાવેશભા જીવણભા માણેક નામના 35 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડી, રૂ. 6400 ની કિંમતની વિદેશી દારૂની 16 બોટલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.


પરવાના વગર જામગરી બંદૂક સાથે નંદાણાનો શખ્સ ઝડપાયો



કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામના મૂળ રહીશ અને હાલ નંદાણા ગામે રહેતા મુન્ના ઉર્ફે મેરુ કારાભાઈ પરમાર નામના 35 વર્ષના ડફેર શખ્સને એલસીબી પોલીસે પાસ-પરવાના વગરની જામગરી બંધુક સાથે ઝડપી લઇ, હથિયાર ધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ પિંડારિયા અને પ્રવીણભાઈ માડમની બાતમીના આધારે કરવામાં આવી હતી. ઝડપાયેલી જામગરી બંદૂકની કિંમત રૂપિયા 2,000 જાહેર કરવામાં આવી છે.



દ્વારકાના હોટેલ મેનેજર સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી


દ્વારકામાં આવેલી મહેશ્વરી સદન હોટલના મેનેજર જીગ્નેશભાઈ મહેન્દ્રભાઈ વાયડા દ્વારા પોતાની હોટલમાં આવતા જતા યાત્રિકોની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં ન કરતા આ અંગે દ્વારકા પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application