રાજકોટ મહાપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુકત ઉપક્રમે ગઇકાલે તા.૧૨ને રવિવારે સવારે ૯ કલાકે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ–૨૦૨૫ યોજાયો હતો, દેશ–વિદેશના ૧૬૦ પતંગબાજોએ ભાગ લેતા પતગં મહોત્સવ સુપરહિટ રહ્યો હતો પરંતુ રાજકોટ મહાપાલિકા તત્રં આયોજન અને વ્યવસ્થામાં વધુ એક વખત લોપ પુરવાર થયું હતું. ડીએચ કોલેજનું ગ્રાઉન્ડ રેસકોર્સથી નાની સાઇઝનું હોય યારે પણ ત્યાં કોઇ જાહેર કાર્યક્રમ યોજાય ત્યારે ધક્કામુકી થયા વિના રહેતી નથી તેમ છતાં મહાપાલિકા તંત્રએ આ બાબતને અવગણીને ડીએચ કોલેજ ગ્રાઉન્ડમાં આંતર રાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ યોજતા ત્યાં આગળ ઉમટી પડેલી જંગી મેદની તેમજ પૂરતા પોલીસ બંદોબસ્તના અભાવે ધક્કામુક્કી, અંધધુંધી અને બેફામ અવ્યવસ્થા સર્જાઇ હતી. અનેક લોકોએ તો બેરીકેડ કૂદીને ગ્રાઉન્ડમાં એન્ટ્રી મેળવી લીધી હતી.
ખાસ કરીને સિનિયર સિટીઝન્સને બેસવા માટે ખુરશી અને દિવ્યાંગો માટે વ્હિલ ચેરની વ્યવસ્થાનો અભાવ ઉડીને આંખે વળગ્યો હતો. એકંદરે મહાપાલિકા તત્રં વધુ એક વખત આયોજન–વ્યવસ્થામાં સુપર લોપ પુરવાર થયું હતું. તાજેતરમાં નવેમ્બર માસમાં મહાપાલિકાના સ્થાપના દિવસે ડીએચ કોલેજ ગ્રાઉન્ડમાં યોજાયેલી મ્યુઝિકલ નાઇટમાં પણ આવી સ્થિતિ સર્જાઇ હતી તે અનુભવમાંથી બોધપાઠ લેવાને બદલે ફરી ત્યાં જ મહોત્સવ યોજતા ફરી તેવી જ સ્થિતિ સર્જાઇ હતી. હવેથી મહાપાલિકા તત્રં પતગં મહોત્સવ જેવા લોકપ્રિય મહોત્સવનું આયોજન રેસકોર્સ જેવા વિશાળ મેદાનમાં યોજે તેવી લોકમાંગ પ્રેક્ષકોમાંથી ઉઠવા પામી હતી.
પતગં મહોત્સવ ખુલ્લો મુકાયા બાદ એકાદ કલાક પછી અધિકારીઓ અને પદાધિકારીઓ રવાના થઇ ગયા હતા ત્યારબાદ પરિસ્થિતિ વણસી હતી, પ્રેક્ષકોએ બેરીકેડ કૂદીને ગ્રાઉન્ડમાં એન્ટ્રી મેળવી લીધી હતી. બીજી બાજુ આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવમાં વિદેશથી તેમજ દેશના અન્ય રાયોમાંથી આવેલા સ્પર્ધકોને તેમનો સમાન સાચવવો પણ મુશ્કેલ બન્યો હતો. જંગી મેદની સામે અપૂરતા સ્ટાફને કારણે બંદોબસ્તમાં રહેલ પોલીસની સ્થિતિ પણ મુક પ્રેક્ષક જેવી બની રહી હતી.
રાય સરકાર દ્રારા ગુજરાતનુ પ્રવાસન ક્ષેત્ર આગવું સ્થાન પ્રા થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવનુ રાજકોટ મહાપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુકત ઉપક્રમે ગઇકાલે તા.૧૨ને રવિવારે સવારે ૯ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જેમાં આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવમાં ગ્રીસ, ઈટલી, લેબનોન, લીથુઅનિયા, પોલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, રિયુનિયન, રશિયન ફેડરેશન, સાઉથ આફ્રિકા, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટસ, વિયેતનામ સહિત વિવિધ દેશોના તથા ભારતના પંજાબ અને રાજસ્થાન સહિત વિવિધ રાયોના પતંગવીરો આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવમાં જોડાયા હતા. પતગં મહોત્સવનો શુભારભં રાજકોટના સાંસદ પરસોતમભાઇ પાલાના હસ્તે કરવામાં આવ્યો હતો.
મહોત્સવના પ્રારંભે પ્રાસંગિક ઉદબોધન કરતા રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, પતંગોત્સવ આપણા તળપદા ઉત્સવો પૈકી એક ઉત્સવ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે આંતરરાષ્ટ્ર્રીય પતંગોત્સવનું આયોજન કયુ હતું, પરંતુ એ વખતે કેટલાક લોકોએ તેની ટીકાઓ કરેલી પરંતુ ત્યારપછીથી જે પ્રકારે આ આયોજનને સફળતા મળી રહી છે એ જોઇને સૌ તેની પ્રશંસા કરે છે. આ પતંગોત્સવમાં દેશવિદેશના અનેક પતંગબાજો ભાગ લઇ રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી વિઝનરી નેતા છે, અને તેઓના અનેક પ્રોજેકટ અને યોજનાઓની સાથોસાથ પતંગોત્સવ જેવા આયોજનોથી પણ રોજગારીને પ્રોત્સાહન મળ્યું છે.તેમણે વધુમાં કહ્યું હતું કે, આપણા મૂળ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. ભારતીય સંસ્કૃતિ સાથે આપણે જોડાયેલા રહીશું તો જિંદગી જીવવાની મજા આવશે.
કાર્યક્રમના પ્રારંભે શાબ્દિક સ્વાગત સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્રારા કરવામાં આવેલ અને મંચસ્થ મહાનુભાવોનું ખાદીના માલ અને પુષ્પ વડે સ્વાગત સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા અને પ્રવાસન વિભાગના ઝોનલ હેડ દ્રારા કરવામાં આવ્યું. કાર્યક્રમની રૂપરેખા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્રારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરોજીની નાયડુ સ્કુલના છાત્રો દ્રારા રણછોડ રંગીલા નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્રારા ખલાસી ગરબાની રજુઆત કરાઇ હતી. આ ગરબા દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવો, વિદેશી પતંગબાજો અને શહેરીજનો ગરબાના તાલે ઝૂમી ઉઠા હતા. કાર્યક્રમની આભારવિધિ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્રારા કરાઇ હતી. નેધરલેન્ડના પતંગબાજોએ નમસ્તે બોલીને શ કરેલા પોતાના ટૂંકા વકતવ્યમાં આ આયોજન બદલ ગુજરાત સરકાર તેમજ મહાપાલિકા અને પ્રવાસન વિભાગનો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહૈદરાબાદે IPLમાં બીજો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, પંજાબને 8 વિકેટે હરાવ્યું
April 12, 2025 11:34 PMLSG vs GT IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટથી જીત્યું ગુજરાતની હાર
April 12, 2025 09:42 PMHome Loan: હોમ લોન લેવી થશે સરળ, આ સરકારી બેંકે ઘટાડ્યા પોતાના વ્યાજ દર
April 12, 2025 09:27 PMUS ટેક કંપનીઓને રાહત, ટ્રમ્પે સ્માર્ટફોન, કમ્પ્યુટર્સને રેસિપ્રોકલ ટેરિફમાંથી આપી છૂટ
April 12, 2025 09:15 PMદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech