રાજકોટ મહાપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુકત ઉપક્રમે તા.૧૨–૧–૨૦૨૫ના રોજ સવારે ૯ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ, ડો.યાજ્ઞિક રોડ ખાતે આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ–૨૦૨૫ યોજાશે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ અને તે સહિતના મહાપાલિકાના, રાય સરકારના તેમજ કેન્દ્ર સરકારના મોટા કાર્યક્રમો રેસકોર્સ મેદાન ખાતે જ યોજતા હોય છે પરંતુ આ વખતે રેસકોર્સ મેદાનનું અન્ય કોઈ કાર્યક્રમ માટે અગાઉથી બુકિંગ થઇ ગયું હોય રેસકોર્સ મેદાનમાં પતગં મહોત્સવ યોજવાનું શકય બન્યું ન હતું, દરમિયાન આ બાબતે ઉઠેલા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરે આ મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાથે ઐંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરી હતી અને હવેથી આગામી એક વર્ષ માટેની મ્યુનિસિપલ ઇવેન્ટ તેમજ સરકારી કાર્યક્રમો–ઉત્સવોનું કેલેન્ડર તૈયાર કરીને તે દિવસોમાં રેસકોર્સ મેદાન તેમજ નાનામવા સહિતના પ્રાઈમ લોકેશનના અન્ય મેદાનો માટે કોઈ બુકિંગ નહીં લેવા કે ભાડે નહીં આપવા સૂચના આપવામાં આવી હતી.
આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ–૨૦૨૫માં ગ્રીસ,ઈટલી, લેબનોન, લીથુઅનિયા, પોલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, રિયુનિયન, રશિયન ફેડરેશન, સાઉથ આફ્રિકા, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટસ, વિયેતનામસહિત વિવિધ દેશો તથા ભારતના પંજાબ અને રાજસ્થાન સહિત વિવિધ રાયોના પતંગવીરો ભાગ લેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ–૨૦૨૫ના અનુસંધાને આયોજન અને વ્યવસ્થાને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેત લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ અધિકારીઓ નાયબ કમિશનર હર્ષદ પટેલ, આસી.કમિશનર બી.એલ. કથરોટિયા, દિપેન ડોડીયા, સિટી એન્જીનિયર અતુલ રાવલ, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, રોશની વિભાગના સિટી એન્જી.બી.ડી.જીવાણી, મેનેજર કે.બી.ઉનાવા, મનિષ વોરા, એન્કોંચમેન્ટ ઓફિસર પરબત બારીયા, નાયબ આરોગ્ય અધિકારી હાર્દિક મેતા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, ગુજરાત પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ, વિવિધ એજન્સીના પ્રતિનિધિઓ સાથે પતગં મહોત્સવ સ્થળની મુલાકાત કરવામાં આવી જેમાં, મુખ્ય સ્ટેજ, સાઉન્ડ, એન્ટ્રી પોઈન્ટ, વી.આઈ.પી. પાકિગ, જનરલ પાકિગ, પતંગવીરોના સ્ટોલ, ડાયસ કાર્યક્રમ, પ્રેસ–મીડિયા વ્યવસ્થા, સલામતી બંદોબસ્ત, સફાઇવગેરે બાબતોનો રીવ્યું કરવામાં આવ્યો હતો. અધિકારીઓને તથા વિવિધ કામની એજન્સીના પ્રતિનિધિઓને સુચના અપાઇ હતી. શહેરીજનોને આ આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ–૨૦૨૫ નિહાળવા ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech