રાજકોટ મહાપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા જપ્ત કરી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરની મુખ્ય બજારોમાં આવેલી 168 દુકાનોમાંથી કુલ 10.4 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તના ઝબલા જપ્ત કરીને રૂ.50000નો હાજર દંડ વસુલાયો હતો.
સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો ઉપર પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 60 વેપારીઓ પાસેથી 2.75 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.12950નો દંડ વસુલાયો હતો.
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો ઉપર પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 62 વેપારીઓ પાસેથી 3.15 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક ઝબલા જપ્ત કરી રૂ.23,000નો દંડ વસુલાયો હતો.
ઇસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો ઉપર પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 46 વેપારીઓ પાસેથી 4.5 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.14,050નો દંડ વસુલાયો હતો.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પયર્વિરણ ઇજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પયર્વિરણ ઇજનેરના સુપરવિઝનમાં આસિસ્ટન્ટ 5યર્વિરણ ઇજનેર, સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર તેમજ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવી હતી.
ઝબલુ ન આપો તો ગ્રાહકો બીજી દુકાને ચાલ્યા જાય
રાજકોટ મહાપાલિકાની પ્રતિબંધિત પ્લાસ્ટિકની ડ્રાઇવ સામે અવાજ ઉઠાવતા રિટેલર્સ વેપારીઓએ જણાવ્યું હતું કે જો ગ્રાહકોને માલ ખરીદ્યા બાદ પ્લાસ્ટિક ઝબલુ ન આપો તો નારાજ થઇ બીજી દુકાને ચાલ્યા જાય છે અને પછી ફરી વખત ક્યારેય આવતા નથી, આમ ઝબલા ન રાખીએ તો વેપાર ગુમાવવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કાર્યવાહી આવકાર્ય હોય પણ તે તમામ સ્તરે થવી જોઇએ ફક્ત ઝબલા ઉપર જ તવાઇ શા માટે ? તેવા સવાલો વેપારીઓ ઉઠાવી રહ્યા છે.
હોલસેલર્સ સામે કેમ કાર્યવાહી નહીં ? ઉત્પાદન બંધ કરાવોને ?
શહેરની મુખ્ય બજારોમાં આવેલી દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝબલા જપ્ત કરવા ડ્રાઇવ કરી દંડની વસુલાત કરાતા વેપારીઓમાં રોષની લાગણી પ્રસરી ગઇ છે. તહેવારો ટાણે ડ્રાઇવથી વેપારીઓમાં દેકારો બોલવા લાગ્યો છે. ખાસ કરીને દુકાનદારે હજુ બોણી પણ ન કરી હોય ત્યાં મ્યુનિ.ટીમ ત્રાટકતી હોવાની રાવ ઉઠવા પામી છે. રિટેલર્સ વેપારીઓ એવી માંગ કરી રહ્યા છે કે નાના દુકાનદારોને ત્યાંથી ઝબલા જપ્ત કરી દંડ વસુલો છો તેના બદલે હોલસેલ વેપારીઓ સામે કાર્યવાહી કેમ કરતા નથી ? ફેક્ટરીમાંથી ઉત્પાદન કેમ બંધ કરાવતા નથી ?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech