કિયારા-સિદ્ધાર્થએ સેલિબ્રેટ કરી ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી

  • February 12, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ મસ્ત અંદાજમાં ફર્સ્ટ વેડિંગ એનિવર્સરીનું સેલિબ્રેશન કર્યુ હતુ. આ દિવસને યાદગાર બનાવવા માટે ખાસ ગ્રાન્ડ પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. કપલે પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે આ દિવસ સેલિબ્રેટ કર્યો.

 કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ દિલ્હીમાં એમની ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી છે. સિદ્ધાર્થ-કિયારાની પાર્ટીની ઇનસાઇટ તસવીરો અને વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યા છે. કપલે પોતાની પહેલીને ફર્સ્ટ પ્રાયોરિટી આપીને બધાએ સાથે પહેલી એનિવર્સરીનું સેલિબ્રેશન કર્યુ છે. કિયારા-સિદ્ધાર્થની પહેલી વેડિંગ એનિવર્સરીનો ફર્સ્ટ વિડીયો સામે આવ્યો છે જેમાં બન્ને પરિવારના લોકો એકસાથે એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. બોલિવૂડના પોપ્યુલર ફેમસ કપલ કિયારા-સિદ્ધાર્થ દિલ્હીમાં હતા જ્યાં એમને એક-એક પળને મસ્ત રીતે એન્જોય કરીને આ દિવસને યાદગાર બનાવ્યો છે. જો કે થોડા સમય પહેલાં એટલે કે વેલેન્ટાઇન વીક પહેલાં વેકેશન પર સાથે સ્પોટ થયેલા જોવા મળ્યા હતા.


સિદ્ધાર્થ-કિયારાની પહેલી વેડિંગ એનિવર્સરીનો ઇનસાઇડ વિડીયો સામે આવ્યો છે જેમાં કપલ સેલ્ફી વિડીયો લેતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં કપલના મિત્રો અને પરિવારના સભ્યો પણ જોવા મળી રહ્યા છે. આ કપલે રાજસ્થાનમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા.


ઉલ્લેખનીય છે કે કિયારા અડવાણી  અને સિદ્ધાર્થ મલ્હોત્રા એ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા હતા. તેમણે પોતાના લગ્નને ખૂબ જ ગુપ્ત રાખ્યા હતા, જેનો ફોટો તેમણે જ સૌથી પહેલા એમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. કિયારા-સિદ્ધાર્થનું લગ્ન સ્થળ ‘સૂર્યગઢ પેલેસ’ લગભગ 65 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ ખૂબ જ આલિશાન મહેલના રૂમમાં રહેવાનું એક રાતનું ભાડું 18થી 35 હજાર રૂપિયાની વચ્ચે છે.


કિયારા-સિદ્ધાર્થનું વર્કફ્રન્ટ

વર્કફ્રન્ટની વાત કરીએ તો કિયારા અડવાણી જલદી રામ ચરણની સાથે ગેમ ચેન્જરમાં જોવા મળશે. ડોન 3માં રણવીર સિંહની સાથે નજરે પડી શકે છે, પરંતુ અત્યાર સુધીમાં આ વિશે કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. આ વિશે હાલમાં કોઇ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. બીજી બાજુ સિદ્ધાર્થની વાત કરીએ તો એક્ટર હાલમાં એક વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સમાં જોવા મળ્યો હતો. જો કે હવે જલદી ફિલ્મ યોદ્ધામાં જોવા મળવાના છે. જો કે આ ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application