લો કર લો બાતઃ આલિયાની જેમ કિયારા પણ લગ્ન પહેલાં પ્રેગ્નેન્ટ હોવાની અટકળો

  • February 10, 2023 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • જેસલમેર એરપોર્ટ પર ક્યૂટ અને સુંદર કિયારાએ એવું કર્યું કે થવા માંડી ટ્રોલ
  • એક યુઝરે લખ્યું- હું દાવા સાથે કહું છે કે મેડમ 3-4 મહિનામાં ખુશખબર આપશે


બ્યૂટિફૂલ અને ક્યૂટ એક્ટ્રેસ કિયારા અડવાણીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 7 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેનરના પેલેસમાં લગ્ન કરી લીધા. કિયારા અને સિડ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, ત્યારબાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કિયારા પણ આલિયા ભટ્ટની જેમ લગ્ન પહેલાંથી જ પ્રેગ્નેન્ટ થઇ ગઇ, તેથી ઉતાવળે બંનેએ લગ્ન કર્યા. 

 બન્યું એવું કે બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી લગ્ન પછી જેસલમેર એરપોર્ટ પર તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. કિયારા અડવાણી દિલ્હીની ફ્લાઈટ પકડવા માટે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જેસલમેર એરપોર્ટ પર પહોંચી, જ્યાં મીડિયાએ તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધી.

જ્યારે મીડિયા કિયારાને તેમના કેમેરામાં કેદ કરી રહ્યું હતું ત્યારે તે દુપટ્ટા વડે પેટ ઢાંકતી જોવા મળી હતી. કિયારા અડવાણીની આ તસવીરો હાલમાં ચર્ચામાં છે અને લોકો કહી રહ્યા છે કે એક્ટ્રેસ કિયારા અડવાણી પ્રેગનેન્ટ છે અને ટૂંક સમયમાં લોકોને ગુડ ન્યૂઝ આપી શકે છે.

કોમેન્ટ કરતાં એકયુઝરે લખ્યું....

 હું શરત લગાવીને કહી શકું છું કે આ મેડમ 3-4 મહિનામાં ખુશખબર આપશે. તેની પ્રેગ્નન્સીના સમાચાર પણ આવવાના છે. તે તેના દુપટ્ટા વડે પોતાનુ પેટ છુપાવી રહી છે. આ સ્ટાર લોકો આપણને ગાંડા સમજે છે કે અમને કંઈ સમજાશે નહીં. 
 
 અન્ય એક નેટિઝને લખ્યું કે... તે પ્રેગનેન્ટ છે, એટલા માટે તે દુપટ્ટા વડે પેટ છુપાવી રહી છે.

કિયારા અડવાણીને નેટિઝન્સ તેની નવી તસવીરોને કારણે લોકો ટ્રોલ કરી રહ્યાં છે તો કેટલાક લોકો ટ્રોલ્સ પર ગુસ્સે પણ થઈ રહ્યા છે. લોકો કહે છે કે ટ્રોલર્સે વિચારવું જોઈએ કે તેઓ ક્યારે શું બોલી રહ્યા છે? કિયારા અડવાણીના નામ સાથે કોઈ વિવાદ જોડાયેલો નથી, જેના કારણે લોકો તેના વિશે આવી ખરાબ વાતો સાંભળીને ગુસ્સે થાય છે. કિયારા ઈન્ડસ્ટ્રીની સૌથી ક્યૂટ ગર્લ છે, જેને લોકો ખરેખર પ્રેમ કરે છે. આવી સ્થિતિમાં તેના વિશેની આવી વાતો તેના ફેન્સને પસંદ નથી આવી રહી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application