જામનગર શહેરના વોર્ડ નંબર 16 મા માં ખોડલના રથના ઠેર-ઠેર વધામણા

  • March 07, 2025 10:44 AM 

ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના લાભાર્થે રથનું પરિભ્રમણ: માતાજી રથના ઠેર-ઠેર વધામણાં


આજે તારીખ 7 માર્ચના રોજ જામનગર શહેરમાં શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અંતર્ગત મા ખોડલ અને કેન્સર હોસ્પિટલની થીમ સાથે તૈયાર કરેલો રથ પટેલ પાર્ક મેઈન રોડ થી મહાઆરતી કરાયા બાદ મેયર વિનોદ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા , જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી અને શહેર પ્રમુખ બીનાબેન કોઠારી સહિત સર્વે સમાજના આગેવાનોની સહિતની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાયો હતો.


શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટથ અંતર્ગત જામનગર શહેરમાં વોર્ડ નં.16 માં મા ખોડલની શોભાયાત્રા તથા દરેક સોસાયટીના મુખ્ય સ્થળોએ માતાજીની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ રથનો પ્રારંભ  પટેલ પાર્ક મેઈન રોડથી કરવામાં આવ્યો હતો. જેમાં મેયરશ્રી વિનોદભાઈ ખીમસુરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખશ્રી બીનાબેન કોઠારી, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર વિપુલ પટેલ તેમજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ટ્રસ્ટીશ્રી નાથાભાઈ મુંગરા, જીતુભાઈ કમાણી, તુલસીભાઈ ગાજીપરા, જયંતિભાઈ પાદરીયા, જિલ્લા ક્ધવીનર મયુરભાઈ મુંગરા તેમજ મહિલા ક્ધવીનર પુષ્પાબેન સહિતના સહિતના સર્વે સમાજના આગેવાનો ઉપસ્થિતિમાં મા ખોડલનો રથ અને કેન્સર હોસ્પિટલના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.


જ્યારે શહેરના વોર્ડ નંબર 16 માં અલગ અલગ સોસાયટીમાં સર્વે સમાજના લોકો સૌ સાથે મળી માતાજીના આગમનના વધામણા કયર્િ હતા. તેમજ આ શોભાયાત્રામાં બે ખાસ રથ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં એક મા ખોડલનો રથ અને બીજો કેન્સર હોસ્પિટલની થીમ દ્વારા રથ તૈયાર કરવામાં આવ્યો છે.


જ્યારે મા ખોડલની શોભાયાત્રા આજરોજ રોજ વોર્ડ નંબર 16 ના અલગ અલગ વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે અને વિસ્તારની સોસાયટીમાં લોકોમાં માતાજીના રથને વધામણા માટે અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. તેમજ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.


વોર્ડ નંબર 16માં માતાજીના ઠેર - ઠેર વધામણા

આજે મા ખોડલનો રથ જામનગર શહેરના વોર્ડ નંબર 16ના પટેલ પાર્ક મેઈન રોડ, વૃદાંવન ચોક, ગોકુળ દર્શન, કાલિન્દી સ્કૂલ પાર્કિંગ, મંગલ દિપ ચોક, કૃણાલ પાર્ક, અશોક વાટીકા કોમન પ્લોટની બાજુમાં, સરદાર-2, સરદાર-1, વ્રજ વાટીકા, સરસ્વતી પાર્ક, મંગલધામ, હરીધામ, આશોપાલવ, પુષ્કર, રોકડીયા હનુમાન થઈને નંદનવન ખાતે પૂર્ણ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application