ખીરસરા ગામે થયેલ લુંટનો ભેદ ઉકેલાયો : ત્રિપુટી ઝબ્બે

  • February 12, 2025 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન મુજબ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાર્ટ-એના બીએનએસ કલમ મુબજના કામેના આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય.

જે અનુસંધાને કલ્યાણપુર પોલીસ સ્ટેશનના કે.બી. રાજવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને સુચના કરેલ હોય જેથી આરોપીઓને પકડી પાડવા જ‚રી વર્કઆઉટ કરી હયુમન સોર્સ અને ટેકનીકલ સોર્સથી હકીકત મળેલ કે ખીરસરા ગામે તા. ૧૨-૧૧ના રાત્રીના અરસામાં સોનાના વેઢલા ૨ કિ. ૪૫ હજારની લુંટ કરી નાશી ગયેલ આરોપીઓ હાલ રાવલ ગામમાં હોય તેવી હકીકત પો.હેડ કોન્સ. નારણભાઇ આંબલીયા, માલદેભાઇ દેથરીયા, પો.કોન્સ. મુનાભાઇ લગારીયા, મીલનભાઇ કંડોરીયાને ખાનગી રાહે હકીકત મળેલ હતી.
જે આધારે અલગ અલગ ટીમો બનાવી વોચમા રહી આરોપીઓને પકડી પાડતા પોતે લુંટ કર્યાનું કબુલતા લખમણ અરભમ ખુંટી (ઉ.વ.૫૨ રહે. ખીરસરા ગામ ટાવરની બાજુમાં તા. કલ્યાણપુર, જયમલ ઉર્ફે જયલો મુ‚ સુંડાવદરા (ઉ.વ.૨૫) રહે. દેગામ નવાપરા બસ સ્ટેશનની બાજુમાં તા.જી. પોરબંદર તથા સહદેવ જેઠા બાપોદરા (ઉ.વ.૨૮) રહે. બગવદર રામદેવ યાર્ડની બાજુમાં તા. પોરબંદરવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application