ધરતી પર પક્ષીઓનું સ્વર્ગ એટલે જામનગરનું ખીજડીયા પક્ષી અભ્યારણ, રામસર સાઇટ
દરિયાઈ પાણીની ખારાશને રોકવા તેમજ મીઠા પાણીને દરિયામાં ભળી જતું અટકાવવા સને 1920માં જામનગરના રાજવી જામ રણજીતસિંહજી એ ઓખા થી નવલખી સુધીનો બંધ બનાવ્યો હતો. જે બંધમાં કાલિંદી તથા રૂપારેલ નદીના પાણીનો સંગ્રહ થતા ધીરે ધીરે આ સ્થળે દેશ-વિદેશના પક્ષીઓ આવવા લાગ્યા હતા અને સમય જતાં યાયાવર પક્ષીઓ માટે આ સ્થળ પસંદગીનું સ્થળ બન્યું હતું અને વર્ષ 1981-1982માં આ સ્થળને રાજ્ય સરકાર દ્વારા અભ્યારણ તરીકે જાહેર કરાયું હતું.
ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) છે. અહીં મીઠા પાણીના તેમજ ખારા પાણીના એમ બે પ્રકારના જળપ્લાવિત વિસ્તારો એકબીજાની અરસપરસ આવેલા છે. આ સંકુલ વ્યુહાત્મક રીતે યાયાવર પક્ષીઓના ઇન્ડો-એશિયાન ઉડ્ડયન માર્ગમાં આવતું હોવાથી અહીં ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા તેમજ મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં મહેમાન બને છે.
પાંચ વર્ષના ડેટા વિશ્લેષણ અને પક્ષીઓના સંરક્ષણ અને સર્વધન ની કામગીરીના સરકારના સંનિષ્ઠ પ્રયાસોના કારણે આ અભયારણ્યને આંતરરાષ્ટ્રીય કક્ષાની રામસર સાઈટ તરીકેનો દરરજો મળતા પ્રવાસી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન તેમજ બેનમૂન પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ સ્થળની ખ્યાતિ તેમજ અહીંનું જૈવ વૈવિધ્ય દેશ-વિદેશના પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં જૈવ વૈવિધ્ય ખૂબ જ દુર્લભ છે. અહીં ખારા તથા મીઠા પાણીના બંધ તેમજ ઘાસવાળી જમીનના કારણે વૃક્ષ, જમીન, પાણી તથા શિકારી પક્ષીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન સાબિત થયું છે. આ અભ્યારણ લુપ્ત થતી પ્રજાતિનું પણ ઘર બન્યું છે અને અહીંના સાનુકૂળ વાતાવરણને કારણે આ દુર્લભ પ્રજાતિની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે.
ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજજો મળતાં વિદેશી પ્રવાસીઓ તથા પક્ષીપ્રેમીઓને આ અભયારણ્યની જૈવિક વિવિધતા તથા ઇકો-સિસ્ટમ તેમજ દુર્લભ પક્ષીઓને જોવાનો અનેરો લ્હાવો મળશે.300થી વધુ પ્રકારના પક્ષીઓ અને 29 જેટલી દુર્લભ ગણાતી પ્રજાતિઓ તેમજ ખીજડીયાનો ‘રાજા’ ગણાતું પક્ષી કાળી ડોક ઢોંક તથાગ્રેટ ક્રિસ્ટેડ ક્રિપ, કોમન પોચાર્ડ, વાઇટ આઇવીસ, ડાઇમેશનપેલિકન વગેરેનો લ્હાવો મળે.
શિયાળાની શરૂઆત થતાં જ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મોંગોલિયા, સાઇબેરિયા, ઈરાન, સાઉથ આફ્રિકા સાઉથ અમેરિકા તેમજ યુરોપ ખંડના દેશોમાંથી માઇગ્રેટ થઈ પક્ષીઓ ખીજડીયા અભ્યારણ્ય ખાતે આવે છે. પક્ષીઓ ઉત્તર તરફથી દક્ષિણ તરફ જ્યારે પ્રયાણ કરતા હોય છે ત્યારે ઇન્ડો-એશિયન ઉડ્યન માર્ગના મધ્યમાં આવતું હોવાના કારણે પક્ષીઓ માટે આ સ્થળ પસંદગીનું બન્યું છે. જેમાંના અનેક દેશોના પક્ષીઓ સમગ્ર શિયાળો આ સ્થળે જ વિતાવે છે.
ભારત સરકારનાં પ્રવાસન વિભાગ દ્વારા બેસ્ટ ટુરીઝમ વિલેજ એવોર્ડ આપવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે દેશનાં 28 રાજ્યનાં કુલ 850 થી વધુ ગામડાઓનાં સર્વે કરી 35 ગામડાને વિવિધ કેટેગરીમાં વિજેતા ઘોષિત કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ગુજરાતના જામનગર જિલ્લાનાં ખીજડીયા ગામને સિલ્વર કેટેગરીમાં બેસ્ટ ટુરીઝમ વિલેજ-2023 નો એવોર્ડ એનાયત થતા જિલ્લાનાં ગૌરવમાં વધારો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરેલનગર,લક્ષ્મીનગર અને રામનગર સહિત ૧૨ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા તૈયારી
December 20, 2024 04:02 PM૨૦૨૭ સુધી પાકિસ્તાનમાં યોજાનાર કોઈપણ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ રમાશે: આઈસીસી
December 20, 2024 04:00 PMBAPS મંદિરમાંથી મોહનથાળ અને લાડુ ગુરુકુળમાંથી અડદિયાના સેમ્પલ લેવાયા
December 20, 2024 03:59 PMધાંધલ – ધમાલ સાથે સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ
December 20, 2024 03:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech