સરકાર દ્વારા સહાયમાં વધારો કરવા લેખિત રજૂઆત
સમગ્ર રાજ્યમાં ગૌવંશના નિભાવ માટે સરકાર દ્વારા મહત્વના પગલાં લઈ અને ગૌ-સેવકોને અપાતી સહાયમાં વધારો કરવા માટેની સાર્વત્રિક માંગ ઉઠી રહી છે. જે સાથે ખંભાળિયાના ગૌસેવકોએ પણ તંત્રને સવિસ્તૃત લેખિત પત્ર પાઠવી હાલ અપાતી સબસીડી 30 થી વધાવીને 100 રૂપિયા કરવાની માંગ કરી છે.
ગૌવંશને બચાવવા માટે સરકાર દ્વારા હકારાત્મક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે હાલની મોંઘવારીની પરિસ્થિતિમાં પશુ નિભાવ ખર્ચ પણ દિવસે દિવસે વધી રહ્યો છે. સરકાર દ્વારા પશુ નિભાવ અપાતી સબસીડી રૂ. 30 ખૂબ જ અપૂરતી હોય, પશુપાલકો તેમજ સેવા સંસ્થાઓ માટે હાલની પરિસ્થિતિ ખૂબ જ કપરી બની રહી છે.
વર્ષ 2018માં સરકારના એનિમલ વેલફેર બોર્ડની એડવાઈઝરીમાં પશુ દીઠ રૂ. 200 મળે તે માટેનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે નીતિ આયોગના મુદ્દાઓને ધ્યાનમાં રાખી પશુ ગૌશાળા ચલાવવાનો ખર્ચ પણ મુકરર કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં અનેક ગૌશાળા તથા પાંજરાપોળ માટે પોતાની જમીન નથી. જેથી સંસ્થાના નામે જમીન ન હોવાથી પશુ સેવા માટે સરકારી સહાયથી વંચિત રહી જવાય છે. જમીન બાબતે સરકાર દ્વારા ચોક્કસ અને સ્પષ્ટ નીતિ નક્કી કરી અને ગાઈડલાઈન બહાર પાડવામાં આવે જેથી સહાયનો પ્રશ્નો હલ થાય તે માટેની લેખિત માંગ ખંભાળિયા ગૌસેવા સમિતિ દ્વારા અહીંના મામલતદારને કરવામાં આવી છે.
સરકાર દ્વારા પકડવામાં આવતા ઢોરને ગૌશાળા તથા પાંજરાપોળમાં મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ દરેકને સાચવવાની સગવડ તેમજ સુવિધા ન હોવાથી વ્યાપક મુશ્કેલીઓ થઈ રહી છે. હાલની પરિસ્થિતિમાં સરકાર દ્વારા ગૌસેવા માટે અપાતી સબસીડી રૂ. 30 થી વધારીને 100 કરવામાં આવે તો વિવિધ સંસ્થાઓ તેમજ ગૌસેવકોને રાહત બની રહે તે અંગેના વિગેરે મુદ્દે અહીંના શેઠ હરજીવનદાસ નરોત્તમદાસ પાંજરાપોળ, અબોલ તીર્થ વેટરનરી હોસ્પિટલ, એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી જય દ્વારકાધીશ ગૌશાળા, ગૌસેવા સમિતિ, જલારામ ગૌ સેવા ટ્રસ્ટ વીગેરે દ્વારા સંયુક્ત સહીઓ સાથેની માંગ કરવામાં આવી છે.
આ પત્રની નકલ મુખ્ય મંત્રી, નાણામંત્રી, પશુપાલન મંત્રી, વિગેરેને પણ મોકલવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech