દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતીએ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને ખંભાળીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એસ.વાય. ઝાલાએ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ કરવામાં આવેલ કામેના સગીર વયના બહેન પોતે જાતે ઝેરી દવા પી ગયેલ હોય અને હાલ જામનગર જી.જી. હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ હોય અને હાલ હાલત ગંભીર હોય.
જે અંગેની તપાસ અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ હેમતભાઇ નંદાણીયા, પો.કોન્સ યોગરાજસિંહ ઝાલા, પો.કોન્સ કાનાભાઇ લુણા દ્વારા જરુરી વર્કઆઉટ કરતા ખંભાળીયા પોલીસ સ્ટેશનના આ કામેના જાહેર કરનાર ઇસમએ ભોગ બનનાર સગીરાને તેના પિતાના કાયદેસરના વાલીપણામાથી લલચાવી ફોસલાવી, ચાંદનગર ગામ નાયક ફળીયુ તા. ધોધંબા, જી. પંચમહાલ ખાતેથી ભગાડી ગયેલ હોય અને જે અંગે પંચમહાલ જીલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો જાહેર થયેલ હોય જેથી આરોપી પ્રકાશ મોરારજી સોલંકીને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech