મુંબઈમાં મહાપરિષદ દ્વારા સાંપળ્યું અદકેરું સન્માન
ખંભાળિયાના અગ્રણી રઘુવંશી સેવાભાવી કાર્યકર જયસુખભાઈ સોનૈયાની સુપુત્રી જાહ્નવી સોનૈયાએ તેની કોઠાસૂઝ અને આવડતથી ફક્ત હાલાર પંથક કે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખ્યાતિ મેળવીને રઘુવંશી જ્ઞાતિનું નામ રોશન કર્યું છે. તે બદલ તાજેતરમાં મુંબઈ ખાતે લોહાણા મહાપરિષદ દ્વારા શ્રેષ્ઠ રઘુવંશી યુવા પ્રતિભા એવોર્ડથી તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
જાહ્નવી જયસુખભાઈ સોનૈયા દ્વારા ઉચ્ચ અભ્યાસ કરી અને અગ્રણી દૈનિક ડી.એન.એ., ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, દિવ્ય ભાસ્કર, વિગેરેમાં કામ કરી ઈન્ડો એશિયન ન્યુ સર્વિસમાં સારું એવું નામ મેળવ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજકીય વિશ્લેષક બનેલી જાહ્નવી સોનૈયાએ જી - 20 સમિટમાં ભારત તરફથી ખાસ ઉપસ્થિત રહી, અને ડિપ્લોમા હેડ તરીકે કામ કર્યું હતું.
તેઓ રશિયા થાઈલેન્ડ, બ્રિક્સ પ્લસ ફોરમ વિગેરે દેશોમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. આ તમામ ઉજળી પ્રતિભાઓને ધ્યાને લઇ, અને તાજેતરમાં મુંબઈમાં વિલે પારલે સ્થિત જલારામ હોલ ખાતે યોજવામાં આવેલા સમગ્ર વિશ્વના રઘુવંશી પરિવારજનો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં જાહ્નવી જયસુખભાઈ સોનૈયાને યુવા પ્રતિભા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન સમારોહ પ્રસંગે લોહાણા મહા પરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી તેમજ જામનગરના પૂજ્ય શ્રી દેવીપ્રસાદ દ્વારા જાહ્નવીના એવોર્ડ તેમના પિતા જયસુખભાઈ સોનૈયા (પીંડારાવારા) અને માતા હીનાબેનને અર્પણ કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ બદલ ખંભાળિયા સહિતના રઘુવંશી જ્ઞાતિના આગેવાનો, વિગેરે દ્વારા જાહ્નવી તથા તેણીના પિતા જયસુખભાઈ સોનૈયાને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ
May 06, 2025 06:17 PMજામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન
May 06, 2025 06:14 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૦૭ મે,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
May 06, 2025 05:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech