ફરકાવાયા કાળા વાવટા: આજે દેવભુમિના હેડ કવાર્ટર ખાતે ભાજપના દ્વારકેશ કમલમ કાયર્લિયના ઉદઘાટન કાર્યક્રમમાં આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખની સામે 400-500 જેટલા ક્ષત્રિય યુવાનોએ એકઠા થઇને કાળા વાવટા ફરકાવ્યા: કાર્યક્રમ સ્થળે અંદર ઘુસી ગયા: જય ભવાની, જય રાજપૂતાનાના નારા પોકાયર્:િ અફરાતફરીનો માહોલ સર્જાયો: રૂપાલા મુદે કરાયો ઉગ્ર વિરોધ
રૂપાલા વિવાદમાં ભાજપ હાઇ કમાન્ડ દ્વારા ભલે પરસોતમભાઇને કલીનચીટ આપી દેવામાં આવી છે, પરંતુ ક્ષત્રિય સમાજનો વિરોધ ઠરવાનું નામ લેતો નથી, આજે દેવભુમિ દ્વારકાના હેડ કવાર્ટર ખંભાળીયા ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે રાજપૂત સમાજના 400 થી 500 જેટલા યુવાનોએ એકત્ર થઇને કાળા વાવટા ફરકાવી રૂપાલા મુદે ઉગ્ર વિરોધ દશર્વ્યિો હતો, સુત્રોચ્ચાર કયર્િ હતાં, આટલું જ નહીં કાર્યક્રમ સ્થળે અંદર ઘુસીને અફરાતફરીનો માહોલ સર્જી દીધો હતો, ખુરશીઓ પણ ઉંધી વાળી દીધી હતી. એકાએક વિરોધનો આ કાર્યક્રમ થવાના કારણે ભાજપના સ્થાનિક આગેવાનો અને પોલીસ પણ અચંબામાં રહી ગઇ હતી, આમ રૂપાલાના મુદે સી.આર.પાટીલને કડવો અનુભવ થયો છે.
જામખંભાળીયા ખાતે ભાજપ દ્વારા નવું ચૂંટણી કાયર્લિય બનાવવામાં આવ્યું છે, દ્વારકેશ કમલમ નામના આ કાયર્લિયનું ઉદઘાટન આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે, જો કે આ લખાય છે ત્યારે સવારે 11:00 કલાકે ઉદઘાટન થાય એ પૂર્વે પાટીલના આગમનની સાથે જ ક્ષત્રિય સમાજના 400 થી 500 જેટલા યુવાનો કાર્યક્રમ સ્થળે ઘસી આવ્યા હતાં અને પરસોતમ રૂપાલાના વિવાદને લઇને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
કાળા વાવટા ફરકાવીને વિરોધ કરી રહેલા ક્ષત્રિય યુવાનોએ જય ભવાની, જય રાજપૂતાના જેવા સુત્રો પોકાયર્િ હતાં અને પરસોતમ રૂપાલાને રાજકોટની બેઠક પરથી હટાવવાની પોતાની માંગણી દોહરાવી હતી, સી.આર.પાટીલ અંદર જતાં રહ્યા હતાં, 11:20 કલાકે સી.આર.પાટીલ કાર્યક્રમ સ્થળે સ્ટેજ પર આવ્યા હતાં, આ પૂર્વે ઘ્વજ લહેરાવ્યો હતો.
એક તરફ કાર્યક્રમ ચાલતો હતો તો બીજી તરફ બહાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પોલીસ અને વિરોધ કરી રહેલા ક્ષત્રિય યુવાનો વચ્ચે ઉંદર-બીલાડીનો ખેલ ચાલતો હોય તેમ દોડાદોડી થતી હતી, ટોળુ કયારેક એક દિશામાં તો કયારેક બીજી દિશામાં જતું હતું અને પોલીસ માટે પણ એકાએક સામે આવેલો વિરોધનો આ કાર્યક્રમ સરપ્રાઇઝ બની રહ્યો હતો. જો કે આ મામલે અટકાયતનો દૌર શરૂ થશે અને કદાચ મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનોની અટકાયત કરવામાં આવે એવું હાલ દેખાય છે.
આ લખાય છે ત્યારે સી.આર.પાટીલનું પ્રવચન શરૂ થઇ ગયું છે, બીજી તરફ કાર્યક્રમ સ્થળની બહાર ક્ષત્રિય સમાજના યુવાનો વિરોધ કરી રહ્યા છે અને પાટીલ પરત જાય ત્યારે શું સ્થિતિ સર્જાય છે તેના પર સૌ નજર માંડીને બેઠાં છે, આમ ભાજપની દિલ્હીની હાઇ કમાન્ડે પાલા વિવાદને કદાચ હળવાશથી લીધો છે, પરંતુ ગુજરાતના ભાજપના નેતાઓને ખુબ કડવા અનુભવ થઇ રહ્યા છે અને આજે ખુદ સી.આર.પાટીલને પણ વિરોધનો સામનો કરવો પડયો છે.
આજે જામખંભાળીયામાં જે થયું છે તેના પરથી એક વાત નિશ્ર્ચિત છે કે, ભાજપની હાઇ કમાન્ડે ભલે પોતાનો નિર્ણય લઇ લીધો હોય પરંતુ ક્ષત્રિય સમાજ રૂપાલાના માથા સિવાય બીજુ ઇચ્છતું નથી એ બાબત લગભગ સ્પષ્ટ થઇ ગઇ છે.
આજના આ વિરોધ કાર્યક્રમ બાદ પોલીસ દ્વારા કેટલા ક્ષત્રિય યુવાનોની અટકાયત કરવામાં આવે છે તેની વિગતો મેળવવામાં આવી રહી છે, ભાજપના પ્રદેશ પ્રમુખ સામે ગુજરાતમાં આ પ્રકારે ઉગ્ર વિરોધ થયાની પ્રથમ ઘટના સામે આવી છે, કાર્યક્રમ સ્થળે ઘણી ઉથલપાથલ કરવામાં આવી હતી અને ખુરશીઓ પણ ઉંધી વાળી દેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech