ખંભાળિયા: સગીરાની પજવણી કરનાર જેલ હવાલે

  • November 30, 2023 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં રહેતા એક પરિવારની આશરે ૧૩ વર્ષની સગીર પુત્રીને અવારનવાર વિવિધ પ્રકારે છેડતી કરી, પજવણી કરતા અત્રે ભઠ્ઠી ચોક વિસ્તારમાં રહેતા અહેમદ ઉર્ફે ભુરિયો ઈકબાલ અલીમિયા બુખારી નામના ૨૦ વર્ષના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. જેની સામે પોક્સો એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ શખ્સને તપાસનીસ અધિકારી ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષીએ અહીંની અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલતે આરોપી અહેમદ ઉર્ફે ભુરીયો બુખારીને જેલ હવાલે કરવા માટેનો હુકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application