ખાગેશ્રીની પ્રસુતાને ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં કરાવાઈ જોખમી પ્રસુતિ

  • August 22, 2024 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે ખેત મજુરી કરવા આવેલી પરિણીતાને પ્રસુતિની પીડા ઉપાડતા ૧૦૮ વાનમાં જ પ્રસુતિ કરાવાની ફરજ પડી હતી અને તેણે તંદુરસ્ત  પુત્રને જન્મ આપ્યો હતો.
આધુનિક જીવનશૈલીના ફાસ્ટ યુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબ્ધ થતી હોઇ છે. જેમાંની એક સેવા ૧૦૮ ઇમરજન્સીને માનવામાં આવે છે.૧૦૮ ની ટિમ ગમે તે સમયે અને કોઇપણ સ્થળ પર સારવાર માટે પહોચી જાય છે અને તાત્કાલિક પોતાની કાર્ય કુશળતા થી સારવાર પુરી પાડે છે અને લોકોના જીવ બચાવે છે.એમના ભાગરૂપે કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામમાં મજુરી અર્થે આવેલ એક શ્રમિક મહિલાને પ્રસુતિની અસહ્ય પીડા ઉપડતા તેમણે આશા વર્કર બેનને જાણ કરી હતી તેથી તે આશાવર્કર બેન દ્વારા તુરંત જ ૧૦૮  ઇમરજન્સી સેવાને મદદ માટે ફોન કર્યો હતો,ત્યારબાદ કોલ મળતાની સાથે જ કુતિયાણા ૧૦૮ ની ટિમ તુરંત જ ખાગેશ્રી  ગામના  વાડી વિસ્તારમાં પહોંચી હતી અને ત્યાં પહોચતાની સાથે ફરજ પર હાજર ૧૦૮ ના પાઈલોટ કરશનભાઈ  તેમજ ઈ.એમ.ટી મીનાક્ષીબેન  દ્વારા દર્દીની પ્રાથમિક તપાસ કરતા જાણવામાં આવેલ કે દર્દી સગર્ભા માતાને નવ માસ પુર્ણ થઈ ગયા છે અને તેની સાથે તેમને હાલ ઝેરી કમળાની ગંભીર અસર પણ છે અને સાથે લોહીની પણ ઉણપ છે જે અત્યંત જોખમી ગણાય છે સાથે વધુ તપાસ કરતા દર્દીને પ્રસુતિની ખુબ જ પીડા થતી હોવાથી અને  પ્રસુતિના  ગંભીર ચિન્હો પણ જણાતા હોવાથી તુરંત જ સમય વેડફ્યા વિના દર્દીને ૧૦૮ માં યોગ્ય સાધન સ્ટ્રેચરની મદદ થી લઈ જઈને હોસ્પિટલ તરફ નીકળી ગયા હતા,તે દરમિયાન દર્દી પ્રસુતા માતાને પ્રસુતિની વધુ પીડા જણાતા ડો. મીનાક્ષી બેને  પ્રસુતાની  ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી તેથી તેમને જોખમને જાણીને ૧૦૮ ની હેડ ઓફિસ પર હાજર ફિજીસિયન ડો. મિહિરની સલાહ લઈ ને તે જોખમી માતાની પોતાને મળેલી ટ્રેનિંગ અને યોગ્ય માર્ગદર્શન વડે નોર્મલ ડિલિવરી ૧૦૮ માં જ કરાવી હતી અને તે માતા ને પુત્રનો જન્મ થયો હતો અને માતા અને બાળકને જોખમી હોવાથી તેમને સારવાર આપતા આપતા બંનેને વધુ સારવારઅર્થે પોરબંદર લેડી હોસ્પિટલ ખાતે લઇ ગયેલ ત્યાં ફરજ પરના અધિકારી અને સ્ટાફને દર્દીની તમામ લક્ષણો અને આપેલ સારવારની માહિતી આપતા જ ત્યાંના અધિકારી અને સ્ટાફ દ્વારા આવી જોખમી ડિલિવરી કરાવવા બદલ તેમને અભિનંદન અને પ્રશંસા કરવામાં આવી હતી તેમજ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર મહેન્દ્ર ચૌહાણ તેમજ જીલ્લા અધિકારી  જયેશગિરી મેઘનાથી દ્વારા અને શ્રમિક પરિવારના સભ્યો દ્વારા કુતિયાણા ૧૦૮  ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application