વિશ્વના અગ્રણી ઉધોગપતિઓમાંના એક ગૌતમ અદાણી પોતાનો બિઝનેસ મમાત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધારી રહ્યા છે. અદાણી ગ્રુપ પહેલેથી જ કેન્યામાં બિઝનેસ વિસ્તારવા અંગે ચર્ચામાં છે. તાજેતરમાં તેમના અદાણી ગ્રુપે કેન્યામાં એરપોર્ટ બિઝનેસ માટે નવી કંપની બનાવી છે. ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે અદાણી જૂથ પણ કેન્યામાં વીજળીનો વ્યવસાય કરવાની આ ડીલ પણ વિરોધ થતા ઘોંચમાં પડી છે. અગાઉ કેન્યામાં એરપોર્ટ બનાવવાની અદાણીની યોજના પણ આ રીતે જ અટવાઈ પડી હતી. જો કે, હાલ અદાણી ગ્રુપે તેનો ઇનકાર કર્યેા છે. અદાણી ગ્રુપ દ્રારા આ ડીલને ખોટી ઠેરવવામાં આવી છે. જૂથનું કહેવું છે કે, કંપનીએ કેન્યા સાથે કોઈ ડીલ કરી નથી. કંપનીએ કહ્યું કે, તેને સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી કે આવા સમાચાર ફરતા હતા. કંપનીએ સ્પષ્ટ્ર કહ્યું છે કે, અમે મીડિયામાં કેન્યા સંબંધિત કોઈ માહિતી શેર કરી નથી.
કેન્યાના રાષ્ટ્ર્રપતિ વિલિયમ ટોના મુખ્ય આર્થિક સલાહકાર ડેવિડ એનડીના જણાવ્યા અનુસાર, પાવર ટ્રાન્સમિશન લાઇન નાખવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કન્સેશનની કિંમત ૧.૩ બિલિયન ડોલર છે. તેમણે કહ્યું છે કે, સરકારે કેટ્રોકા દ્રારા નવી ટ્રાન્સમિશન લાઈનો બનાવવા માટે અદાણી અને આફ્રિકા ૫૦ને પીપીપી કન્સેશન આપી છે. સલાહકારના જણાવ્યા અનુસાર, પ્રોજેકટ ટીમને અદાણી અને આફ્રિકા ૫૦ દ્રારા હાયર કરવામાં આવી રહી છે. આફ્રિકા ૫૦એ આફ્રિકન ડેવલપમેન્ટ બેંકનું એકમ છે, જે ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસમાં રોકાણ કરે છે. તેમણે એમ પણ લખ્યું હતું કે, આ નવી ટ્રાન્સમિશન લાઈનોની કિંમત ૧.૩ બિલિયન ડોલર હશે, જે કેન્યાએ ઉધાર લેવી પડશે નહીં. જો કે, આ પ્રોજેકટ અંગે આફ્રિકન ડેવલપમેન્ટ બેંક કે અદાણી દ્રારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
અદાણીની આ કંપનીને કેન્યાની રાજધાની સ્થિત નૈરોબી એરપોર્ટનું સંચાલન સંભાળવાનું કામ મળવા જઈ રહ્યું છે. જો કે, આ યોજનાનો સ્થાનિક સ્તરે વિરોધ થઈ રહ્યો છે. સોમવારના વેપારમાં અદાણી પાવર લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેરમાં ૫ ટકાનો વધારો જોવા મળ્યો હતો. અદાણી ગ્રૂપની આ બંને કંપનીઓએ ૬,૬૦૦ મેગાવોટ હાઇબ્રિડ સોલાર અને થર્મલ પાવરના સપ્લાય માટે મહારાષ્ટ્ર્ર સ્ટેટ ડિસ્કોમ પાસેથી લેટર આફ ઈન્ટેન્ટ (એલઓઆઈ) મેળવવાની જાહેરાત કર્યા પછી આ વધારો થયો છે. અદાણી ગ્રીન એનર્જી ખાવડામાંથી ૫ ગીગાવોટ (૫,૦૦૦ મેગાવોટ) સોલાર પાવર સપ્લાય કરશે યારે અદાણી પાવર તેની નવી ૧,૬૦૦ મેગાવોટ અલ્ટ્રા–સુપરક્રિટીકલ ક્ષમતામાંથી ૧,૪૯૬ મેગાવોટ થર્મલ પાવર પ્રદાન કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMતૈમુરના જન્મ વખતે એકલી હોવાનું કરીનાને ભારે દુખ
April 04, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech