કેનેડીના મોર પ્રેમી દ્વારા આ વર્ષ પણ ૪ જિલ્લા ૧૦ તાલુકામાં ૨૧૨ મોર ઉછેર કેન્દ્રો ચાલુ રાખી પોતાની સેવા આપી
જામકલ્યાણપુર તાલુકાના નાના એવા કેનેડી ગામે રહી અને નાનપણથી જ મોર પ્રત્યેનો અનહદ લગાવ ધરાવતા અને વર્ષોથી કેનેડી ખાતે મોર ઉછેર કેન્દ્ર શરુ કરી અને બિમાર મોરની સારવાર કરી મોર સંપુર્ણ પણે સાજા થઇ ગયા બાદ તેને કુદરતી વાતાવરણમાં તેવો ખુલ્લી હવા છોડી મુકી આ સેવા તેઓ દ્વારા અત્યારે પણ અવિરત પણે ચાલુ રાખી છે.
આ ઉપરાંત નારણભાઇ દ્વારા વર્ષોથી દર વર્ષ અલગ અલગ જિલ્લા તાલુકાના ગામોમાં જયાં મોરની સંખ્યા જાજા પ્રમાણમાં હોય છે ત્યાં તેઓ દ્વારા મોર કેન્દ્રો શરુ કરી અને મોર માટે જરુરી ચણ જુવાર અને પાણીના માટલા મોકલી સેવા આપે છે.
આ વર્ષ દરમ્યાન ચાર જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, રાજકોટના દસ તાલુકાઓ કલ્યાણપુર, દ્વારકા, ખંભાળીયા, ભાણવડ, જામજોધપુર, લાલપુર જામનગર શિતલા કાલાવડ, જસદણ અને માણાવદર આમ દસ તાલુકામાં અલગ અલગ સ્થળોએ કુલ ૨૧૨ મોર કેન્દ્રો શરુ કરાયા છે. આમ એક કેન્દ્રમાં અંદાજે ૩૫ થી ૪૦ મોરની સંખ્યા ઘ્યાને લઇએ તો અંદાજે ૯૦૦૦ જેટલા કુલ મોર ૨૧૨ કેન્દ્રોમાં હોવાનો અંદાજ નારણભાઇ કરંગીયાએ વ્યકત કરી અને આ સેવા હજુ પણ અવિરત પણે ચાલુ જ રાખવામાં આવશે તેમ પણ તેઓએ જણાવેલ.