કેજરીવાલને ૧૫૬ દિવસ પછી જામીન

  • September 13, 2024 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને મોટી રાહત આપી છે. સીબીઆઈ કેસમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે. કેજરીવાલ આજે સાંજ સુધીમાં જેલમાંથી બહાર આવી જશે. તેને ઈડી કેસમાં પહેલા જ જામીન મળી ચૂકયા છે. જો કે કેજરીવાલને કેટલીક શરતો સાથે જામીન મળ્યા છે.
વાસ્તવમાં કેજરીવાલની અગાઉ ઇડી દ્રારા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે કેસમાં જામીન મળ્યા બાદ સીબીઆઈએ જેલમાંથી જ તેમની ધરપકડ કરી હતી. આ મામલાની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉવલ ભુઈયાની ખંડપીઠે કરી હતી. આ દરમિયાન કેજરીવાલ વતી વરિ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા, યારે સીબીઆઈ વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ હાજર હતા.
દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉવલ ભુઈયાની બેન્ચે તેમની જામીન અરજી પર ચુકાદો આપ્યો છે.
સીબીઆઈ દ્રારા ૨૬ જૂને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ધરપકડને ગેરકાયદે ગણાવીને જામીન અરજી કરી હતી. ૫ સપ્ટેમ્બરે છેલ્લી સુનાવણીમાં કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપવાની સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે તેમની ધરપકડ ખોટી નથી. ચાર્જશીટ દાખલ થઈ ગઈ હોવાથી અને ટ્રાયલ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થવાની નથી, તેથી તેને લાંબા સમય સુધી જેલમાં રાખવાનું કોઈ વ્યાજબી નથી. અરવિંદ કેજરીવાલે ૧૦ લાખ પિયાના જામીન બોન્ડ ભરવા પડશે.
કેજરીવાલની ૨૧ માર્ચે ઇડી દ્રારા ધરપકડ કરવામાં આવી હતી. ૧૦ દિવસની પૂછપરછ બાદ તેને ૧ એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતો. ૧૦ મેના રોજ, તેમને સામાન્ય ચૂંટણીમાં પ્રચાર માટે ૨૧ દિવસ માટે મુકત કરવામાં આવ્યા હતા. ૫૧ દિવસ જેલમાં રહ્યા બાદ તેને મુકત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ૧ જૂન સુધી મુકત કરવાની મંજૂરી આપી હતી. ૨ જૂને કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કયુ હતું. જો કેજરીવાલ આજે એટલે કે ૧૩મી સપ્ટેમ્બરે મુકત થાય છે તો જેલમાં વિતાવેલ કુલ સમય ૧૭૭ દિવસનો થશે. જો મુકિતના ૨૧ દિવસ ઓછા કરવામાં આવે તો કેજરીવાલ કુલ ૧૫૬ દિવસ જેલમાં રહ્યા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News