ચારધામ યાત્રા પ્રત્યે વિદેશી નાગરિકોમાં ક્રેઝ વધી રહ્યો છે. કેદારનાથ–ગંગોત્રી સહિત ચારેય ધામોમાં દર્શન માટે નોંધણી કરાવનાર વિદેશી ભકતોની ભીડ પણ ઉમટી રહી છે. વિદેશી નાગરિકોની ચારધામ નોંધણી માટે સરકાર દ્રારા વિશેષ પગલાં લેવામાં આવ્યા છે.કેદારનાથ–ગંગોત્રી સહિત ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં ૧૯,૮૦૯ વિદેશી નાગરિકોએ નોંધણી કરાવી છે. ચારધામ દર્શન માટે રજીસ્ટ્રેશન કરાવનારા મોટા ભાગના લોકો અમેરિકાના નાગરિક છે, યારે સાઉદી અરેબિયા અને અફઘાનિસ્તાનથી કતારના પ્રવાસીઓએ આ વખતે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આ વર્ષે ૧૦ મેથી શ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં ૪૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન માટે નોંધણી કરાવી છે. ૨૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પણ ચારધામના દર્શન કરી ચુકયા છે. વિદેશોમાં પણ યાત્રા અને દર્શનની સાથે ચાર ધામમાં પણ આસ્થા છે. આ શ્રદ્ધા તેમને સાત સમંદર પારથી ઉત્તરાખડં તરફ ખેંચી રહી છે.
ઉત્તરાખડં પર્યટન વિભાગના જોઈન્ટ ડાયરેકટર વાયકે ગંગવારના જણાવ્યા અનુસાર, વિશ્વના ૧૦૯ દેશોના નાગરિકોએ વિવિધ માધ્યમો દ્રારા ચારધામ યાત્રા માટે નોંધણી કરાવી છે. જેમાં અમેરિકાના ૫૨૯૨, મલેશિયાના ૪૩૫૮, બાંગ્લાદેશના ૨૦૨૩, ઈંગ્લેન્ડના ૧૯૦૬ અને ઓસ્ટ્રેલિયાના ૯૨૭ લોકો સામેલ છે. ૧૩,૫૨૭ નેપાળી નાગરિકોએ પણ નોંધણી કરાવી છે. યાત્રાની શઆતના એક મહિનાની અંદર નેપાળના ૧૩,૫૨૭ નાગરિકોએ ચારધામ દર્શન માટે નોંધણી કરાવી છે. યારે નેપાળથી પ્રવાસ માટે નાગરિકોનું આગમન હજુ પણ ચાલુ છે.
યુએસએ, મલેશિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, કેનેડા, સંયુકત આરબ અમીરાત, દક્ષિણ આફ્રિકા, તાન્ઝાનિયા, બ્રાઝિલ, રશિયા, નેધરલેન્ડ, ભૂતાન, શ્રીલંકા, નોર્વે, ઈન્ડોનેશિયા, કુવૈત, આઈસલેન્ડ, બેલાસ, ઈટાલી, જર્મની, થાઈલેન્ડ, હંગેરી, સ્વીડન, કતાર, અફઘાનિસ્તાન, ઈરાક, જાપાન, મેકિસકો, ઓમાન, બહેરીન, કોલંબિયા, ઓસ્ટિ્રયા, સ્પેન, ઈરાન, પોલેન્ડ, ઉત્તર કોરિયા, વેટિકન સિટી સ્ટેટ, ડેનમાર્ક, તાઈવાન, તુર્કી, સ્લોવાકિયા, લેબેનોન, ઈઝરાયેલ ના નાગરિકોએ નોંધણી કરાવી છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech