વિક્કી કૌશલ અને કેટરીના કૈફ જામનગર એરપોર્ટ પર સ્પોટ થયા હતા. કપલની આ લેટેસ્ટ તસવીરોની ચારે બાજુ ચર્ચાઓ થઇ રહી છે. જો કે આ તસવીરો જોયા પછી કેટરીના કૈફ જાણે પ્રેગનન્ટ હોય એવુ લાગી રહ્યું છે.
મુકેશ અંબાણીના ફેમિલી ફંક્શનમાં અનેક બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. આ ફંક્શનમાં લોકોએ ફૂલ ટૂ એન્જોય કર્યુ છે. અનંત અને રાધિકાની પ્રી વેડિંગની તસવીરો અને વિડીયો સતત સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યા છે. આ વચ્ચે હાલમાં કેટરીના કૈફ અને વિક્કી કૌશલની તસવીરો વાયરલ થઇ રહી છે. એક્ટ્રેસની આ તસવીરોની ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે. કપલની આ તસવીર જોઇને ફેન્સ વખાણ કરી રહ્યા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની માટે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ જામનગરમાં પહોંચ્યા હતા. આ ફંક્શનમાં કેટ અને વિક્કી મસ્ત અંદાજમાં જોવા મળ્યા. વિક્કી કૌશલ અને કેટરીના કૈફ આ ફંક્શનમાં હાજરી આપ્યા પછી મુંબઇ જવા નિકળ્યા હતા. કપલ જામનગર એરપોર્ટ પર સ્પોટ થયા હતા. જો કે આ વખતે કપલનો અનોખો અંદાજ જોવા મળ્યો.
કેટરીના કૈફની જે તસવીરો વાયરલ થઇ રહી છે એમાં પ્રેગનન્ટ હોય એવું યુઝર્સને લાગી રહ્યું છે. જો કે ફરી એક વાર કેટરીનાની પ્રેગનન્સીએ જોર પકડ્યુ છે. આ પહેલાં પણ કેટરીનાની પ્રેગનન્સીની વાતને લઇને અફવાઓ ઉડી હતી.
કેટરીના કૈફની તસવીરો પર યુઝર્સે કોમેન્ટ અનેક પ્રકારની કોમેન્ટ કરી છે. એક યુઝર્સે લખ્યુ છે કે 100 ટકા પ્રેગનન્ટ છે, જ્યારે બીજા યુઝર્સે કેટરીની કૈફ પ્રેગનન્ટ છે. જ્યારે ત્રીજા યુઝર્સે પ્રેગનન્ટ હે મેડમ લખીને કોમેન્ટ કરી છે.
આ તસવીરો જોઇને એવુ લાગી રહ્યુ છે કે કેટરીના કૈફ જાણે દુપટ્ટાથી બેબી બંપ છુપાવી રહી હોય. આ તસવીરોમાં વિક્કી કૌશલ અને કેટરીના કૈફ મસ્ત લાગી રહ્યા છે.
વિક્કી કૌશલ અને કેટરીના કૈફે વર્ષ 2021માં લગ્ન કર્યા હતા. આ કપલ પેરેન્ટ્સ બનશે એવી ચર્ચાઓ ચાલી રહે છે. આમ તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં કપલ તરફથી કોઇ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech