કાર્તિકની 'ભૂલ ભુલૈયા 3'નું ટ્રેલર મોકૂફ

  • October 07, 2024 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિંઘમ અગેન'ની જાહેરાતના પગલે છેલ્લી ઘડીએ કરાયો મોટો ફેરફાર

કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' અને રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ 3'ની બોક્સ ઓફિસની ટક્કરમાં શું થશે તે તો ખબર નહી પરંતુ તેમના ટ્રેલરની ટક્કર ચોક્કસથી મોકૂફ રાખવામાં આવી છે. કાર્તિકની ફિલ્મનું ટ્રેલર સોમવારે રિલીઝ નહીં થાય અને તેનું કારણ છે અજય દેવગનની ફિલ્મ!

કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર 7 ઓક્ટોબર, 2024ના રોજ રિલીઝ થવાનું હતું, પરંતુ નિર્માતાઓએ છેલ્લી ઘડીએ તેને મોકૂફ રાખ્યું હતું

કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'નેશનલ ક્રશ' તૃપ્તિ ડિમરી ઉપરાંત વિદ્યા બાલન પણ તેમાં જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માધુરી દીક્ષિત પણ છે, પરંતુ તેની ઝલક હજુ સુધી દેખાઈ નથી. મેકર્સના આ નિર્ણયથી ફેન્સ આશ્ચર્યચકિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેલરમાં છેલ્લી ઘડીએ કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે વિલંબ થઈ રહ્યો છે.

એક અહેવાલ મુજબ, 'કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને આખી ટીમ સોમવારે ભૂલ ભૂલૈયા 3 નું ટ્રેલર દર્શકો સમક્ષ લાવવા માટે ઉત્સાહિત હતા. પરંતુ છેલ્લી ઘડીના ફેરફારો અને કેટલાક ખાસ સંપાદનોને કારણે આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ નહીં થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'ભૂલ ભુલૈયા 3'નું ટ્રેલર આ સપ્તાહના અંતમાં રિલીઝ થઈ શકે છે. મેકર્સ પણ અજય દેવગનની ફિલ્મ 'સિંઘમ અગેન'ના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાશે.

આ બધું 'સિંઘમ 3'ને કારણે થયું!

સૂત્રએ ખુલાસો કર્યો છે કે 'ભૂલ ભૂલૈયા 3' ની ટીમે આજે તેમનું ટ્રેલર રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ તેઓએ તેને મોકૂફ રાખ્યું છે અને તે 'સિંઘમ 3'ના ટ્રેલર પછી જ રિલીઝ કરવા માંગે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News