મુંબઇના ટ્રાફિકથી બચવા અભિનેતાએ અપનાવ્યો રસ્તો
કાર્તિક આર્યનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટર મેટ્રોમાં સફર કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ ફેંસની સાથે ફોટો ક્લિક કરાવી રહ્યા છે.
બોલિવુડના હેન્ડસમ હંક કાર્તિક આર્યન હાલ પોતાની ફિલ્મ ભૂલ ભૂલૈયા-3ને લઈને ચર્ચામાં રહે છે. જો કે તેના ઉપરાંત એક્ટર મોટાભાગે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલ એક્ટર પોતાના એક વીડિયોને લઈને ચર્ચામાં છે. આ વીડિયોમાં એક્ટર એક ફેનની સાથે મેટ્રોમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. આટલું જ નહીં આ સમય દરમિયાન કાર્તિકને ફેંસની સાથે સેલ્ફી ક્લિક કરતા પણ જોઈ શકાય છે.
કાર્તિકે કરી મેટ્રોમાં મુસાફરી
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અભિનેતા બ્લેક કરલરના ડ્રેસમાં માસ્ક લગાવીને ઉભા છે. ત્યાં જ પોતાના ફેવરેટ સ્ટારને સામે જોઈને તેમના ફેંસ પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. મેટ્રોમાં ઘણા ફેંસે કાર્તિકની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા.
આ ફિલ્મોમાં ધૂમ મચાવશે કાર્તિક આર્યન
ડાયરેક્ટર અનીસ બઝ્મીની હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયા-3માં કાર્તિક જોવા મળશે. આ વર્ષે દિવાળી ના અવસર પર ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કાર્તિકની સાથે તૃપ્તિ ડિમરી, વિધ્યા બાલન અને માધુરી દીક્ષિત લીડ રોલવમાં હશે.કાર્તિક છેલ્લી વખત સત્યપ્રેમ કી કથામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમના ઓપોઝિટ કિયારા અડવાણી મુખ્ય ભુમિકામાં હતી. ભૂલ ભુલૈયા-3 ઉપરાંત કાર્તિક કબીર ખાનની ચંદૂ ચેમ્પિયનમાં જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી મુરલીકાંત પેટકરના જીવનને દર્શાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech