જામનગરમાં ઉત્તર ભારતીય પરિવારો દ્વારા પહેલીવાર કરવામાં આવી કરહા પૂજા

  • January 17, 2025 11:30 AM 

ભગત ગોવિંદ મહારાજ દ્વારા કરાઈ વિશેષ પૂજા


જામનગર શહેરમાં પ્રથમ વખત કરહા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે, અને પરંપરાગત રીતે મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન કરવામાં આવે છે. જામનગરમાં પ્રથમ વખત કરહા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. 



આ કાર્યક્રમમાં ભગત ગોવિંદ મહારાજ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી. ઉકળતા દૂધથી સ્નાન કરી અગ્નિકુડમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી.



આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન યોગેશ યાદવ, એડવોકેટ સુરજ યાદવ, અને ઇન્દ્રજીત યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કરહા પૂજા મુરૂભાઈ જેશાભાઈ કારાવદરાની વાડી, શંકર ભગવાનના મંદિરની પાસે આવેલા દિગ્જામ  વુલન મીલ પાછળ યોજવામાં આવી હતી. આ પૂજા ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે અને જામનગરમાં પ્રથમ વખત આયોજિત કરવામાં આવી હતી.


આ કાર્યક્રમનું આયોજન કરનાર યોગેશ યાદવ એડવોકેટે જણાવ્યું હતું કે, આ પૂજા દ્વારા સમાજમાં સદભાવના અને એકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application